જન્માષ્ટમીના ઉત્સવમાં દહીહંડી વિકી કૌશલને તેના બાળપણમાં લઈ જાય છે. તેની આગામી ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ બાવીસ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. એ ફિલ્મનું ગીત ‘કન્હૈયા ટ્વિટર પે આજા’ ખૂબ હિટ થઈ રહ્યું છે.
વિકી કૌશલ
જન્માષ્ટમીના ઉત્સવમાં દહીહંડી વિકી કૌશલને તેના બાળપણમાં લઈ જાય છે. તેની આગામી ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ બાવીસ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. એ ફિલ્મનું ગીત ‘કન્હૈયા ટ્વિટર પે આજા’ ખૂબ હિટ થઈ રહ્યું છે. મુંબઈમાં ગઈ કાલે આયોજિત દહીહંડીની ઇવેન્ટમાં લોકો આ ગીત પર ખૂબ ઝૂમ્યા હતા. આ ઉત્સવને લઈને વિકીએ કહ્યું કે ‘મુંબઈમાં મારો ઉછેર થયો હોવાથી દહીહંડી મારા માટે એક સેલિબ્રેશન કરતાં પણ વિશેષ છે. એ જોશ, એકતા અને લોકોના અતૂટ સંબંધોને દર્શાવે છે. હું હંમેશાં માનતો આવ્યો છું કે હંડી ફોડવા માટે જે થર લગાવવામાં આવે છે એ એકતાનું શક્તિશાળી પ્રતીક છે. આ તહેવાર ભારતના ઉમળકાને દેખાડે છે. મને અતિશય ખુશી છે કે હું આ ઉત્સાહથી ભરપૂર બાળકો સાથે આ તહેવારને માણવા જોડાયો છું. હું જ્યારે પણ મારા પરિવાર સાથે દહીહંડી સેલિબ્રેશન જોવા જાઉં છું તો એ મને મારા બાળપણની યાદોને તાજી કરી દે છે.’


