ફિલ્મમાં વિકી સંભાજી મહારાજનો તેમ જ રશ્મિકા યેસુબાઈની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગઝેબ તરીકે જોવા મળશે. ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
વિકી કૌશલ અને રશ્મિકા મંદાના
વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની ‘છાવા’ની રિલીઝને ગણતરીના દિવસોની વાર છે ત્યારે આ જોડીએ અમ્રિતસરના સુવર્ણમંદિરની મુલાકાત લઈને આશીર્વાદ લીધા હતા. લેગ-ઇન્જરી હોવા છતાં રશ્મિકાએ સુવર્ણમંદિરમાં હાજરી આપી હતી, પણ સાથે ફિલ્મની મોટા ભાગની પ્રમોશનલ ઇવેન્ટ્સમાં હાજરી આપીને પ્રોફેશનલિઝમનો પરિચય પણ આપ્યો હતો. ‘છાવા’માં વિકી કૌશલ અને રશ્મિકા મંદાના મહત્ત્વના રોલમાં છે. ફિલ્મમાં વિકી સંભાજી મહારાજનો તેમ જ રશ્મિકા યેસુબાઈની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગઝેબ તરીકે જોવા મળશે. ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

