વિકી કૌશલની આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ત્યારે તેણે આ રોલ માટેની તૈયારી વિશે વાતો કરી હતી
પટનામાં લિટ્ટી ચોખા ખાતો વિકી કૌશલ, રશ્મિકા મંદાનાને હવે વ્હીલચૅરની જરૂર નથી
વિકી કૌશલની આગામી ફિલ્મ ‘છાવા’ ૧૪ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવી રહ્યો છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ શિવાજી સાવંતની નવલકથા પર આધારિત છે. હાલમાં ફિલ્મના પ્રમોશન માટે વિકી કૌશલ પટના ગયો હતો. આ પ્રમોશન દરમ્યાન તેણે સ્થાનિક વાનગી લિટ્ટી ચોખાનો સ્વાદ માણ્યો હતો અને દર્શકોને ફિલ્મને છાવા દિવસ તરીકે મનાવવાની અપીલ કરી હતી.
ADVERTISEMENT
આ પ્રમોશન દરમ્યાન આ રોલ માટેની પોતાની તૈયારી વિશે વાત કરતાં વિકીએ જણાવ્યું હતું કે ‘આ પાત્ર માટે મેં લગભગ સાત મહિના સુધી તૈયારી કરી હતી. હું દરરોજ એકથી દોઢ કલાક ઘોડેસવારી, સાંજે તલવારબાજી, ભાલા અને લાઠી શીખતો હતો અને દિવસમાં બે વાર જિમ જતો હતો. મેં આ રોલ માટે ૨૫ કિલો વજન વધાર્યું હતું. એ માટે મારે દિવસમાં સાત વખત જમવું પડતું હતું. હું વજન વધારવા માટે જમી-જમીને થાકી ગયો હતો. એ સમયે મારે મારા ભોજનમાં તેલ અને મસાલાનું ખાસ ધ્યાન રાખવું પડતું હતું.’

