છેલ્લાં બે વર્ષથી કિડનીની બીમારીથી પીડાતા હતા
તારિક શાહ
‘બહાર આને તક’માં જોવા મળેલા તારિક શાહનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. તેમણે ‘જન્મ કુંડલી’ અને સિરિયલ ‘કડવા સચ’માં પણ કામ કર્યું હતું. તેઓ છેલ્લાં બે વર્ષથી કિડનીની બીમારીથી પીડાતા હતા. થોડા સમયથી ડાયાલિસિસ પર હતા. તેમણે મુંબઈની હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ શોમા આનંદના હસબન્ડ છે. તેમના નિધનથી બૉલીવુડ સ્તબ્ધ છે.


