Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વરુણ ધવન દેખાશે ઍક્શન અવતારમાં

વરુણ ધવન દેખાશે ઍક્શન અવતારમાં

16 May, 2023 02:52 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવે એવી શક્યતા છે

વરુણ ધવન

વરુણ ધવન


વરુણ ધવન તેની આગામી ફિલ્મમાં ઍક્શન અવતારમાં દેખાવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે. એ ફિલ્મને ઍટલી ડિરેક્ટ કરશે અને ખેતાણી પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવે એવી શક્યતા છે. આ ત્રણેય પહેલી વખત સાથે કામ કરતા દેખાશે. ફિલ્મનું ટાઇટલ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મનું શૂટિંગ જુલાઈ અથવા તો ઑગસ્ટમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મને ચાર-પાંચ મહિનામાં બનાવવામાં આવશે. ફિલ્મમાં ઇમોશન અને ડ્રામા પણ જોવા મળશે. મેકર્સ વરુણ માટે સ્ટાઇલિશ અને લાર્જર-ધૅન-લાઇફ સીક્વન્સિસ ડિઝાઇન કરવામાં આવશે. આ કમર્શિયલ એન્ટરટેઇનર હાલમાં પ્રી-પ્રોડક્શનના સ્ટેજમાં છે. વરુણ ઘણા સમયથી મેકર્સ સાથે ચર્ચા કરી રહ્યો હતો. દર્શકોને આ ફિલ્મ દ્વારા શાનદાર ઍક્શન દેખાડવામાં આવશે એવો મેકર્સનો દાવો છે. ટૂંક સમયમાં ફિલ્મના અન્ય કલાકારોની પણ પસંદગી કરવામાં આવશે.


16 May, 2023 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK