એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણ ધવને કૅપ્શન આપી હતી, ‘અદ્ભુત, તમે સૌએ આપેલા પ્રેમ બદલ આભાર.’
વરુણ ધવન
વરુણ ધવનનો ગઈ કાલે બર્થ-ડે હતો અને તેને સ્પેશ્યલ ટ્રીટ આપતાં સ્પેશ્યલ બ્રેકફાસ્ટ સર્વ કરવામાં આવ્યો હતો. તેનો બર્થ-ડે હોવાથી ફિલ્મ સેલિબ્રિટીએ સોશ્યલ મીડિયામાં તેને શુભેચ્છા આપી હતી. એથી તેણે સૌનો આભાર પણ માન્યો હતો. પોતાના બ્રેકફાસ્ટનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એને જોઈને તો તેના ચહેરા પર એક અનેરો આનંદ છવાઈ ગયો હતો. તે શર્ટલેસ બેઠો છે. તેની સામે ટેબલ પર ફૂડની પ્લેટ દેખાય છે અને તેના હાથમાં નાઇફ અને સ્પૂન છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણ ધવને કૅપ્શન આપી હતી, ‘અદ્ભુત, તમે સૌએ આપેલા પ્રેમ બદલ આભાર.’

