ફિલ્મનું શૂટિંગ હાલમાં જ મેહબૂબ સ્ટુડિયોમાં શરૂ કરવામાં આવ્યું છે
વરુણ અને ડેવિડ ધવન
વરુણ ધવન આગામી કૉમેડી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં જોવા મળવાનો છે. આ ફિલ્મને તેના ડૅડી ડેવિડ ધવન ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મનું ટાઇટલ તેમની ‘બીવી નંબર 1’ના એક ગીત પરથી રાખવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં જ મેહબૂબ સ્ટુડિયોમાં શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વરુણની સાથે મનીષ પૉલ અને મૃણાલ ઠાકુર જોવા મળશે. આ પારિવારિક રોમૅન્ટિક ફિલ્મને આવતા વર્ષે બીજી ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના ટાઇટલ વિશે હજી સુધી કોઈ જાહેરાત નથી કરવામાં આવી. ડૅડી ડેવિડ ધવન સાથે વરુણ ધવનની આ ચોથી ફિલ્મ છે. અગાઉ બન્નેએ ફિલ્મ ‘મૈં તેરા હીરો’, ‘જુડવા 2’ અને ‘કૂલી નંબર 1’માં સાથે કામ કર્યું હતું.

