Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનન્યા પાંડેએ બૉયફ્રેન્ડ આદિત્ય રૉય કપૂર સાથે ઉજવ્યો વૅલેન્ટાઇન્સ ડે? ગિફ્ટમાં મળ્યો છે પ્રેમ અને…

અનન્યા પાંડેએ બૉયફ્રેન્ડ આદિત્ય રૉય કપૂર સાથે ઉજવ્યો વૅલેન્ટાઇન્સ ડે? ગિફ્ટમાં મળ્યો છે પ્રેમ અને…

14 February, 2024 12:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Valentine’s Day 2024 : અનન્યા પાંડેએ સોશ્યલ મીડિયા પર શૅર કરી વૅલેન્ટાઇન્સ ડે પર મળેલી ગિફ્ટ્સ

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ


વૅલેન્ટાઇન્સ વીકનો મહત્વનો દિવસ એટલે આજનો દિવસ, વૅલેન્ટાઇન્સ ડે (Valentine’s Day 2024). ચોતરફ વૅલેન્ટાઇન્સની મોસમ ખીલી છે ત્યારે બી ટાઉનના ઘણા સ્ટાર્સ તેમના પાર્ટનર માટે તેમનો પ્રેમ જુદી-જુદી રીતે વ્યક્ત કરી રહ્યાં છે. જ્યારે આપણે વૅલેન્ટાઇન્સ ડે પર પ્રેમની અભિવ્યક્તિની વાત કરીએ છીએ, ત્યારે આપણે તે બોલિવૂડ કપલને કેવી રીતે ભૂલી શકીએ, જેમણે તેમના સંબંધોને ગુપ્ત રાખવાની ઘણી કોશિશ કરી, પરંતુ આખરે લોકોને તેમના પ્રેમ પ્રકરણની ખબર પડી જ ગઈ છે. વાત કરી રહ્યાં છીએ આદિત્ય રૉય કપૂર (Aditya Roy Kapur) અને અનન્યા પાંડે (Ananya Panday)ની. કારણકે, અભિનેત્રી અનન્યા પાંડેએ પોતે જ આ હિન્ટ આપી દીધી છે.

વૅલેન્ટાઇન્સ ડેના અવસર પર દરેક વ્યક્તિ એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. તે જ સમયે બૉલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday Valentine’s Day)એ સોશ્યલ મીડિયા (Social Media) પર બે ફોટા શેર કર્યા, જે પછી આદિત્ય રોય કપૂર સાથે ડેટિંગના સમાચારની અટકળોએ વધુ જોર પકડ્યું છે.



અભિનેત્રી અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરી પર બે ફોટા શેર કર્યા છે. એક તસવીરમાં તેણે હાર્ટ શેપનો બલૂન પકડ્યો છે, જ્યારે બીજી તસવીરમાં તેણે સનફ્લાવર બૂકેનો ફોટો શેર કર્યો છે. અભિનેત્રીએ હાર્ટ ઇમોજી સાથે આ ફોટો શેર કર્યો છે.



અનન્યાએ શૅર કરેલો ફોટો કારની અંદર લેવામાં આવ્યો હતો.

અનન્યા પાંડેના આ પોસ્ટ પછી એ વાત તો નક્કી જ છે કે, અભિનેત્રીના જીવનમાં તેનો પ્રેમ એટલે કે વૅલેન્ટાઇન્સ તો છે જ. પણ એ કોણ છે તે અનન્યાએ જણાવ્યું નથી. જોકે, અભિનેત્રી બૉલિવૂડ અભિનેતા આદિત્ય રૉય કપૂરને ડેટ કરી રહી છે એટલે તેણે જ ગિફ્ટ આપી હશે તેવું લોકો માની રહ્યાં છે.

આદિત્ય રૉય કપૂર અને અનન્યા પાંડે એકબીજાને ડેટ કરી રહ્યા છે, તે અત્યારેતો ઓફિશ્યલ નથી. પરંતુ કરણ જોહર (Karan Johar)ના ચેટ શોમાં અનન્યાએ આદિત્યના નામ પર રિએક્ટ કરીને એક ચોક્કસ હિંટ આપી હતી. શોમાં અનન્યાને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘આઇ એમ ફિલિંગ લાઇક અનન્યા કૉય કપૂર’. આ જ શોના બીજા એક એપિસોડમાં કરણ જોહેરે આદિત્ય રૉય કપૂરને સવાલ કરેલો ત્યારે અભિનેતાએ કહ્યું હતું કે, ‘કરણ, તેં કહ્યું હતું કે તું મને કોઈ સિક્રેટ પૂછશે નહીં. હું તારી સામે જૂઠું નહીં બોલીશ.’ બસ ત્યારથી, સમાચારોએ વેગ પકડ્યો કે આદિત્ય રૉય કપૂર અને અનન્યા પાંડે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આદિત્ય રૉય કપૂર છેલ્લે વેબ સીરિઝ `ધ નાઈટ મેનેજર 2` (The Night Manager Season 2)માં જોવા મળ્યો હતો. જ્યારે અનન્યા પાન્ડે ફિલ્મ `ખો ગયે કહાં હમ કહાં` (Kho Gaye Hum Kahan)માં જોવા મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2024 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK