ટ્વિન્કલે સોશ્યલ મીડિયા પર પોતાના નવા પુસ્તકની ઝલક બતાવતાં લખ્યું છે...
ટ્વિન્કલ ખન્ના
ટ્વિન્કલ ખન્નાએ તેની બેસ્ટસેલર બુક ‘મિસિસ ફનીબોન્સ’ની સીક્વલ ‘મિસિસ ફનીબોન્સ રિટર્ન્સ’ લૉન્ચ કરી છે. ‘મિસિસ ફનીબોન્સ’ ૨૦૧૫માં આવેલું ટ્વિન્કલનું પહેલું પુસ્તક હતું અને તેણે ટ્વિન્કલને રાઇટર તરીકે અલગ ઓળખ આપી હતી. હવે લગભગ ૧૦ વર્ષ બાદ ટ્વિન્કલ ફરીથી પોતાની આ જૂની રાઇટિંગ સ્ટાઇલ સાથે આ બુકની સીક્વલ લૉન્ચ કરી રહી છે.
ટ્વિન્કલે સોશ્યલ મીડિયા પર પોતાના નવા પુસ્તકની ઝલક બતાવતાં લખ્યું છે, ‘હું જેટલા પણ બુક-ફેરમાં ગઈ ત્યાં દરેકે પૂછ્યું કે ‘મિસિસ ફનીબોન્સ’ની સીક્વલ ક્યારે આવશે? તો હવે એ આખરે આવી ગઈ છે. સ્ત્રીઓના જીવન, રાજકારણ, ધાર્મિક નેતાઓ, ઉંમર વધતાં થતાં પરિવર્તનો, હાસ્ય અને નુકસાન પર લખતાં-લખતાં એક દાયકો વીતી ગયો. ભારત સ્ત્રીઓને કેવી રીતે જુએ છે અને હું ભારતને કેવી રીતે જોઉં છું એ જોતાં-જોતાં ૧૦ વર્ષ નીકળી ગયાં.’
