આજે રાત્રે મિડલ ઈસ્ટમાં ઍપલ, ગૂગલ, મેટા, ટેસ્લા, બોઇંગ, માઇક્રોસૉફ્ટ જેવી ૧૮ અમેરિકન કંપનીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અટૅક થશે
પ્રતીકાત્મક તસવીર
ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ્સ કૉર્ઝ (IRGC)એ ગઈ કાલે મોડી સાંજે મિડલ ઈસ્ટમાં આવેલી ૧૮ અમેરિકન કંપનીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પહેલી એપ્રિલે હુમલો કરવાની ધમકી આપી છે. IRGCએ જણાવ્યું હતું કે આ કંપનીઓ પર પહેલી એપ્રિલે રાત્રે ૮.૩૦ વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે ૧૦ વાગ્યે) હુમલો કરવામાં આવશે. આ કંપનીઓમાં ગૂગલ, મેટા, ઇન્ટેલ, ઍપલ, બોઇંગ, ટેસ્લા અને માઇક્રોસૉફ્ટનો સમાવેશ છે. આ કંપનીઓ ઇન્ફર્મેશન અને કમ્યુનિકેશન ટેક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કાર્યરત છે. IRGCએ કહ્યું છે કે આ કંપનીઓની આસપાસના એક કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોએ બીજે જતા રહેવું જોઈએ.
