નિમ્રતે ‘બિગ બૉસ 16’માં ભાગ લીધો હતો. એ વખતે એકતા કપૂરે બિગ બૉસના હાઉસમાં જઈને તેને સાઇન કરી હતી.
નિમ્રત કૌર અહલુવાલિયા
એકતા કપૂરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા 2’માં કામ કરવાની નિમ્રત કૌર અહલુવાલિયાએ ના પાડી દીધી હતી. ઇન્ડસ્ટ્રીના નજીકના સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે આ ફિલ્મ અતિશય બોલ્ડ હોવાથી આ રોલ કરવાની તેણે ના પાડી હતી. નિમ્રતે ‘બિગ બૉસ 16’માં ભાગ લીધો હતો. એ વખતે એકતા કપૂરે બિગ બૉસના હાઉસમાં જઈને તેને સાઇન કરી હતી. આ ફિલ્મમાં ખૂબ બોલ્ડ અને કામુક કન્ટેન્ટ છે. ફિલ્મની સ્ટોરી જેમ-જેમ આગળ વધે છે એમ-એમ એ વધુ ને વધુ બોલ્ડ થતી જાય છે. આવા સીન સાથે નિમ્રત કમ્ફર્ટેબલ ન હોવાથી તેણે આ ફિલ્મ જતી કરી હતી. આ ફિલ્મ ૧૯ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે. નિમ્રતે ‘છોટી સરદારની’, ‘ઇશ્ક મેં મરજાવાં 2’, ‘શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી’, ‘ઉડારિયાં’ અને ‘ખતરા ખતરા ખતરા’માં કામ કર્યું હતું.


