નસીરુદ્દીન શાહની ‘માસૂમ’નું ‘તુઝસે નારાઝ નહીં ઝિંદગી’ ફેમસ ગીત ગાનારા સિંગર અનુપ ઘોષાલનું ૭૭ વર્ષની વયે અવસાન થયું છે. આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થઈ હતી.
સિંગર અનુપ ઘોષાલ
નસીરુદ્દીન શાહની ‘માસૂમ’નું ‘તુઝસે નારાઝ નહીં ઝિંદગી’ ફેમસ ગીત ગાનારા સિંગર અનુપ ઘોષાલનું ૭૭ વર્ષની વયે અવસાન થયું છે. આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થઈ હતી. તેઓ થોડા દિવસોથી સાઉથ કલકત્તાની હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા. વધતી ઉંમરે થતી બીમારીથી તેઓ પીડાતા હતા. તેમને મલ્ટિ-ઑર્ગન ફેલ્યર થયું હતું. ૨૦૧૧માં તેમણે તૃણમૂલ કૉન્ગ્રેસ તરફથી ઇલેક્શન પણ લડ્યા હતા. તેમના પરિવારમાં તેમની બે દીકરીઓ છે. તેમના અવસાન પર દુ:ખ વ્યક્ત કરતાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કહ્યું કે ‘અનુપ ઘોષાલના અવસાનથી મને અતિશય દુ:ખ થયું છે. તેમણે બંગાળી, હિન્દી અને અન્ય ભાષામાં ગીતો ગાયાં હતાં.’


