Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટૉક્સિકની નવી રિલીઝ-ડેટને કારણે વરુણ ધવન મુસીબતમાં

ટૉક્સિકની નવી રિલીઝ-ડેટને કારણે વરુણ ધવન મુસીબતમાં

Published : 05 March, 2026 01:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪ જૂને વરુણની ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈએ યશની બહુ ગાજેલી ફિલ્મ સાથે સ્પર્ધામાં ઊતરવું પડશે

 વરુણ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’

વરુણ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’


કન્નડા સિનેમાના સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટૉક્સિક’ની રિલીઝ-ડેટમાં થયેલા ફેરફારે બૉલીવુડમાં સમીકરણો બદલી નાખ્યાં છે. અગાઉ આ ફિલ્મ ૧૯ માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ હવે એને આગળ ધપાવીને ૪ જૂને વિશ્વભરમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બદલાયેલી તારીખની સીધી અસર પાંચ જૂને રિલીઝ થનારી વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અને ૧૨ જૂને રિલીઝ થનારી ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની આવનારી ફિલ્મ પર પડી છે. ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મની વાર્તા એક એવા યુવકની આસપાસ ફરે છે જેની પ્રેમકહાણી દર વખતે નિષ્ફળ જાય છે અને પછી તેને નસીબ બદલવા માટે મદદ મળે છે. રસપ્રદ વાત એ છે કે વરુણ આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. હવે આ ફિલ્મની સીધી સ્પર્ધા યશની ચર્ચાસ્પદ ‘ટૉક્સિક’ સાથે થશે.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK