આ ફિલ્મને નૅશનલ અવૉર્ડ વિજેતા અનિરુદ્ધ રૉય ચૌધરીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ઝીફાઇવ પર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.
પંકજ ત્રિપાઠી આગામી ફિલ્મ ‘કડક સિંહ’
પંકજ ત્રિપાઠી આગામી ફિલ્મ ‘કડક સિંહ’ લઈને આવવાનો છે. આ ફિલ્મમાં તે એક એવી વ્યક્તિની ભૂમિકામાં દેખાશે જેની યાદશક્તિ નબળી પડી ગઈ છે. આ ફિલ્મને નૅશનલ અવૉર્ડ વિજેતા અનિરુદ્ધ રૉય ચૌધરીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ઝીફાઇવ પર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સંજના સંઘી, જયા એહસાન, પાર્વતી થિરુવોતુ, દિલીપ શંકર, પરેશ પાહુજા અને વરુણ બુદ્ધદેવ પણ જોવા મળશે. આ ફિલ્મનો પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પંકજ ત્રિપાઠીએ કૅપ્શન આપી હતી, ‘કહાનિયાં કઈં, પર સચ સિર્ફ એક. શું ‘કડક સિંહ’ જુઠ્ઠાણાંની આ જાળમાંથી બહાર આવી શકશે? ‘કડક સિંહ’ જલ્દી ઝીફાઇવ પર જોવા મળશે.’
ગંગા આરતી કરતી રવીના
ADVERTISEMENT

રવીના ટંડને તેની દીકરી રાશા થડાણી સાથે હૃષીકેશમાં ગંગા આરતી કરી હતી. તેઓ હાલમાં ઉત્તરાખંડમાં ટ્રિપ માણી રહ્યાં હતાં અને બહુ જલદી મુંબઈ આવશે. રાશા બહુ જલદી બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તેઓ હૃષીકેશમાં પરમાર્થ નિકેતન ઘાટ પર ગંગા આરતી કરી રહ્યાં હતાં. એએનઆઇ દ્વારા આ વિડિયો શૅર કરવામાં આવ્યો છે. વિડિયોમાં રવીનાએ રેડ સાડી પહેરી છે. રાશાએ પિન્ક જૅકેટ પહેર્યું છે અને તે બ્લૅક કપડાંમાં છે. રવીના ટંડન બહુ જલદી ‘ઘુડચડી’માં સંજય દત્ત સાથે જોવા મળવાની છે. આ સાથે જ તે ‘વેલકમ ટુ ધ જંગલ’માં પણ જોવા મળશે. રાશા બૉલીવુડમાં અભિષેક કપૂરની ફિલ્મ દ્વારા ડેબ્યુ કરવાની છે જે ૨૦૨૪ની નવમી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
રિક્ષા ચલાવવાની મને ઘણી મજા આવી હતી : અર્જુન બિજલાણી
અર્જુન બિજલાણીનું કહેવું છે કે રિક્ષા ચલાવવાની તેને ખૂબ જ મજા આવી હતી. તે ‘પ્યાર કા પહલા અધ્યાય શિવ શક્તિ’માં જોવા મળી રહ્યો છે. તેઓ આ શોમાં શિવ-શક્તિના પ્રેમને મૉડર્ન રૂપમાં દેખાડી રહ્યા છે. આ શોમાં અર્જુન શિવનું પાત્ર ભજવી રહ્યો છે. અર્જુને આ શોના એક દૃશ્ય માટે ઑટોરિક્ષા ચલાવતાં પણ શીખી હતી. આ વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે ‘રિક્ષા ડ્રાઇવ કરવાની મને ખૂબ જ મજા આવી હતી. કાર્સ અને બાઇક્સને હૅન્ડલ કરવી મારા માટે શક્ય છે, પરંતુ રિક્ષાને ચલાવવી મારા માટે નવી ચૅલેન્જ હતી. મને રિક્ષા ચલાવતાં શીખવામાં ફક્ત પાંચ મિનિટ લાગી હતી અને બે ટેકમાં દૃશ્ય પણ ફાઇનલ થઈ ગયું હતું. પોતે ખરેખર રિક્ષા ચલાવવાથી દૃશ્યમાં એક અલગ જ ઑથેન્ટિસિટી આવે છે. દરેક દૃશ્ય એકદમ જેન્યુઇન લાગે એ માટે હું ખૂબ જ મહેનત કરું છું.’
પરિણીતીની કૂલેસ્ટ ગર્લ ગૅન્ગ

પરિણીતી ચોપડાએ હાલમાં જ તેની ગર્લ ગૅન્ગ સાથેનો મૉલદીવ્ઝનો ફોટો શૅર કર્યો છે. પરિણીતી તેની મમ્મી, સાસુ અને સિસ્ટર-ઇન-લૉ સાથે મૉલદીવ્ઝ ગઈ છે. પરિણીતીએ તેનાં લગ્ન બાદ તેની ફૅમિલી ટ્રિપ દરમ્યાનના કેટલાક જૂના ફોટો શૅર કર્યા છે. એક ફોટોમાં તે સાઇકલ ચલાવતી જોવા મળી રહી છે તો અન્ય ફોટોમાં તે તેની ગર્લ ગૅન્ગ સાથે જોવા મળી રહી છે. ફોટો શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી કે ‘મમ્મી અને સાસુ સાથે જ્યારે તમે ટ્રિપ પર જાઓ તો એ કૂલેસ્ટ ટ્રિપ હોય છે. અમે ફરી ટ્રિપ પર જવા માટે આતુર છીએ.’


