Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Total Timepass: જાણો જાવેદ અખ્તરના બદનક્ષીના વિશે અને બૉલીવુડના સમાચાર

Total Timepass: જાણો જાવેદ અખ્તરના બદનક્ષીના વિશે અને બૉલીવુડના સમાચાર

12 March, 2021 12:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Total Timepass: જાણો જાવેદ અખ્તરના બદનક્ષીના વિશે અને બૉલીવુડના સમાચાર

કંગના રનોટ

કંગના રનોટ


મુંબઈ : (પી.ટી.આઇ.) કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા જામીનપાત્ર વૉરન્ટની સામે કંગના રનોટે ચૅલેન્જ આપી છે. જાવેદ અખ્તરે તેની વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો. ફેબ્રુઆરીમાં અંધેરી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા કંગનાને સમન્સ મોકલવામાં આવ્યા હતા કે તે પહેલી માર્ચે કોર્ટમાં હાજર રહે. જોકે તે હાજર ન રહેતાં તેના વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડવામાં આવ્યું હતું. આથી કંગનાએ વૉરન્ટને ચૅલેન્જ આપતાં ગઈ કાલે તેની પ્લી દાખલ કરી હતી. એની સુનાવણી હવે પંદર માર્ચે કરવામાં આવશે.

આલિયાનું કમબૅક



alia


મુંબઈ : (આઇ.એ.એન.એસ.)  આલિયા ભટ્ટ કોરોના નેગેટિવ હોવાથી તેણે ફરી કામ શરૂ કર્યું છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી અને ‘બહ્માસ્ત્ર’ના કો-સ્ટાર અને બૉયફ્રેન્ડ રણબીર કપૂર પણ કોરોના પૉઝિટિવ થયો હતો. આથી તેણે પોતાને પણ આઇસોલેટ કરી લીધી હતી. તેની કોરોના ટેસ્ટનું રિઝલ્ટ નેગેટિવ આવતાં તેણે ફરી કામ શરૂ કરી દીધું છે. આ વિશે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શૅર કરીને આલિયાએ કહ્યું હતું કે ‘તમે મારી જે ચિંતા દેખાડી અને કાળજી લઈ રહ્યા હતા એના મેં તમામ મેસેજ વાંચ્યા હતા. કોવિડ-૧૯ માટે મારી ટેસ્ટ નેગેટિવ આવી છે. આઇસોલેશન અને મારા ડૉક્ટર્સ સાથે વાત કર્યા બાદ મેં ફરી કામ શરૂ કર્યું છે. તમે દેખાડેલી ચિંતા બદલ આભાર. હું કાળજી લઈ રહી છું અને સુરક્ષિત પણ છું. તમે લોકો પણ એવું જ કરો. દો ગઝ કી દૂરી, માસ્ક હૈ ઝરૂરી.’


દરેક ઍક્ટરમાં સેલ્ફ-ડાઉટનો પ્લેગ હોય છે : જાહ્નવી


મુંબઈ : (આઇ.એ.એન.એસ.) જાહ્નવી કપૂરનું કહેવું છે કે દરેક ઍક્ટર સેલ્ફ-ડાઉટ કરે છે. જોકે તેનું માનવું છે કે એનાથી તેઓ વધુ સારા ઍક્ટર બની શકે છે. જાહ્નવીએ ‘ધડક’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી અને ગઈ કાલે તેની ‘રૂહી’ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. જોકે પહેલી ફિલ્મથી લઈને આ ફિલ્મ સુધી તેની ઍક્ટિંગ ઘણી સુધરી છે. આ વિશે વાત કરતાં જાહ્નવીએ કહ્યું હતું કે ‘દરેક ઍક્ટરની મુસાફરીમાં સેલ્ફ-ડાઉટ પણ પાર્ટ ભજવે છે. મને લાગે છે કે દરેક ઍક્ટરમાં સેલ્ફ-ડાઉટનો પ્લેગ હોય છે, પરંતુ મને એ વધુ સારી બનવામાં મદદ કરે છે.’


વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટને બચાવવા ચિરંજીવીની અપીલ

તેમનું કહેવું છે કે પ્રદેશ અને પાર્ટીથી પર જઈને આ પ્લાન્ટને બચાવવાની જરૂર છે

chiranjivi

વિશાખાપટ્ટનમ : (આઇ.એ.એન.એસ.) વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ (વી.એસ.પી.)ને બચાવવા માટે ચિરંજીવીએ સપોર્ટ આપ્યો છે. તેઓ ઍક્ટરની સાથે નેતા પણ છે અને આથી તેઓ આ માટે લોકોને પણ અપીલ કરી રહ્યા છે. આ વિશે ચિરંજીવીએ કહ્યું હતું કે ‘વિઝાગ સ્ટીલ પ્લાન્ટ ઘણા સૅક્રિફાઇસનો સિમ્બૉલ છે. ચાલો આપણે પ્રદેશ અને પાર્ટીથી પર જઈને વિઝાગ સ્ટીલ પ્લાન્ટને બચાવીએ.’
તેમણે સ્ટીલ પ્લાન્ટ પ્રોટેક્શન કમિટીને તેમનો સપોર્ટ આપતાં વર્ષો જૂના સ્લોગન ‘વિઝાગ ઉકુ અંધ્રુલા હાક્કુ’ (વિઝાગ સ્ટીલ એ આંધ્ર પ્રદેશના લોકોનો હક છે.) હજી પણ તેમના કાનમાં ગુંજી રહ્યું હોવાનું જણાવ્યું છે. આ વિશે ચિરંજીવીએ કહ્યું હતું કે ‘નારસપુરમ વાય. એન. કૉલેજમાં અભ્યાસ દરમ્યાન અમે હાથમાં કલર અને બ્રશ લઈને દીવાલ પર સ્લોગન લખ્યાં હતાં કે અમે વિઝાગ સ્ટીલને મેળવીને રહીશું.’
તેમણે લોકોને યાદ કરાવ્યું હતું કે કૉલેજ દરમ્યાન તેમણે ઘણી સ્ટ્રાઇક અને ભૂખ હડતાળ કરી હતી. પ્રજારાજ્યમ પાર્ટીના ફાઉન્ડર ચિરંજીવી મુજબ આ સ્ટીલ પ્લાન્ટ માટે ૩૫ લોકો, જેમાં એક નવ વર્ષના બાળક હતો, તેમની લાઇફને સૅક્રિફાઇસ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ સ્ટીલ પ્લાન્ટ શરૂ થતાં દરેક વ્યક્તિએ સેલિબ્રેશન કર્યું હતું અને જણાવ્યું હતું કે આ પ્લાન્ટ આંધ્ર પ્રદેશના લોકોનો હક અને સેલ્ફ-રિસ્પેક્ટ છે. આ વિશે ચિરંજીવીએ કહ્યું હતું કે ‘આપણા દેશમાં વિઝાગ સ્ટીલ પ્લાન્ટ એક મહત્ત્વની જગ્યા ધરાવે છે એમાં અમે ગર્વ લઈએ છીએ.’
આ પ્લાન્ટ ખોટ કરી રહ્યો હોવાથી એને પ્રાઇવેટ કંપનીઓને સોંપી દેવાની વાત કરવામાં આવી રહી છે. આથી ચિરંજીવીએ કહ્યું હતું કે ‘હું સેન્ટ્રલ ગવર્નમેન્ટને વિનંતી કરું છું કે વિઝાગ સ્ટીલ પ્લાન્ટને પ્રાઇવેટ પ્લેયર્સને વેચી દેવાનો પ્લાન કૅન્સલ કરવામાં આવે, કારણ કે
આ પ્લાન્ટ સાથે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ લાખો લોકોનું જીવન નિર્ભર છે.’


ઇરફાનનો દીકરો બબિલ બૉલીવુડમાં કરશે એન્ટ્રી?

irrfan

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) ઇરફાનના દીકરા બબિલે ગઈ કાલે હિન્ટ આપી હતી કે તે બૉલીવુડમાં જલદી એન્ટ્રી કરશે. તેણે ઇરફાનની ‘મકબૂલ’નો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘મને ખબર છે કે હજી થોડો જ સમય થયો છે. ચોક્કસ સમયે હું જણાવીશ કે હું શામાં વ્યસ્ત હતો, પરંતુ એટલું જરૂર કહીશ કે કંઈક આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારની ટ્રેઇનિંગ વગર અને એ પણ આઠ વર્ષ વહેલી ઇન્ડિયન સિનેમામાં મારી મુસાફરી શરૂ કરી રહ્યો હોવાથી મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. આથી ઘણી વાર બાબાના એન.એસ.ડી. અને ફિલ્મોના ફોટો જોઈને શાંતિ મેળવી લઉં છું. તેમના ફૅન્સ માટે પણ ફોટો શૅર કર્યો છે.’

Whatsapp-channel Whatsapp-channel

12 March, 2021 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK