એક્સ-ગર્લફ્રેન્ડ સાથે પૅચઅપની શક્યતા વચ્ચે ટાઇગર શ્રોફે કહ્યું...
દિશા પાટાની
ટાઇગર શ્રોફે હાલમાં જ રિલેશનશિપ કરતાં વધુ મહત્ત્વ તેના કામને આપી રહ્યો છે એમ જણાવ્યું છે. તેના દિશા પાટણી સાથેના બ્રેકઅપની ચર્ચા ૨૦૨૩માં ચાલી હતી. અક્ષયકુમારે થોડા દિવસ પહેલાં ટાઇગરને એક જ દિશામાં આગળ વધવાની સલાહ આપી હતી. તેઓ ‘બડે મિયાં છોટે મિયાં’માં સાથે કામ કરી રહ્યા છે. અક્ષયકુમારની આ મજાક બાદ ઘણા ઇન્ટરવ્યુમાં તેને સતત ‘દિશા’ શબ્દનો ઉપયોગ કરીને સવાલ પૂછવામાં આવી રહ્યા છે. એક ઇન્ટરવ્યુમાં ટાઇગરને પૂછવામાં આવ્યું હતું કે ‘શું તું સિંગલ છે? આપકી ઝિંદગી કિસ દિશા મેં જા રહી હૈ?’ એનો જવાબ આપતાં ટાઇગર કહે છે, ‘મેરી એક હી દિશા હૈ લાઇફ મેં. હાં ઔર વો હૈ મેરા કામ. તમારો જવાબ તમારી ભાષામાં બરાબર આપ્યોને મેં?’


