દરેક વ્યક્તિ લાઇફમાં ઉતાર–ચઢાવ જુએ છે. જોકે તમે એમાંથી કેવી રીતે પસાર થાઓ છો એ તમને આવડવું જોઈએ. હું મારી દરેક ફિલ્મ દ્વારા મારું બેસ્ટ આપવાની કોશિશ કરું છું અને એનું પરિણામ શું આવશે એની ચિંતા નથી કરતી.
કૈટરીના કૈફ
કૅટરિના કૈફનું કહેવું છે કે તેને તેની ચોક્કસ ઇમેજ બનાવીને નથી રાખવી. તેની ૨૦ વર્ષની કરીઅરમાં તેણે ઘણી સારી–સારી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ‘ટાઇગર 3’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ બાદ તેણે એમ પણ કહ્યું હતુ કે હવે સ્પાય યુનિવર્સમાં એકલી મહિલાને લઈને ફિલ્મ બનાવવાની જરૂર છે. આ વિશે કૅટરિના કૈફે કહ્યું કે ‘હું મારા પગ પર પોતે કુહાડી નથી મારતી. હું મારી જાતને રિપીટ નથી કરતી અથવા તો મારે મારી ચોક્કસ ઇમેજ પણ બનાવીને નથી રાખવી. મને દર્શકોનો જે પ્રેમ અને સપોર્ટ મળ્યો છે એ માટે હું તેમની આભારી છું. આ મારા માટે ખૂબ જ મોટી વાત છે અને દર્શકોનો પ્રેમ મારા દિલની ખૂબ જ નજીક રહેશે. લાઇફમાં કંઈ ચોક્કસ નથી હોતું. દરેક વ્યક્તિ લાઇફમાં ઉતાર–ચઢાવ જુએ છે. જોકે તમે એમાંથી કેવી રીતે પસાર થાઓ છો એ તમને આવડવું જોઈએ. હું મારી દરેક ફિલ્મ દ્વારા મારું બેસ્ટ આપવાની કોશિશ કરું છું અને એનું પરિણામ શું આવશે એની ચિંતા નથી કરતી.’


