Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય ફિલ્મોનું મ્યુઝિક સેલિબ્રેટ થશે ઑસ્કરમાં

ભારતીય ફિલ્મોનું મ્યુઝિક સેલિબ્રેટ થશે ઑસ્કરમાં

12 May, 2024 07:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં ‘RRR’, ‘સ્લમડૉગ મિલ્યનેર’ અને ‘લગાન’ના મ્યુઝિક પર થશે સ્પેશ્યલ પર્ફોર્મન્સ

લગાન

લગાન


લૉસ ઍન્જલસમાં ઍકૅડેમી મ્યુઝિયમ ઑફ મોશન પિક્ચર્સ ૧૮ મેએ એક ઇવેન્ટમાં ભારતીય ફિલ્મોના મ્યુઝિકને સેલિબ્રેટ કરવાનું છે. એ ઇવેન્ટમાં ‘RRR’, ‘સ્લમડૉગ મિલ્યનેર’ અને ‘લગાન’ના મ્યુઝિક પર વિશેષ પર્ફોર્મન્સ થવાના છે. લોકોને આ ત્રણેય ફિલ્મોના સંગીતનો અનોખો અનુભવ થવાનો છે. એની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતાં ઍકૅડેમી મ્યુઝિયમે કૅપ્શન આપી હતી, ‘૧૮ મે, શનિવારે સાંજે સાડાછ વાગ્યે પોતાની જાતને ભારતીય મ્યુઝિકમાં ગરકાવ કરી દેજો, કેમ કે અમે ‘RRR’, ‘સ્લમડૉગ મિલ્યનેર’ અને ‘લગાન’ના મ્યુઝિકને સેલિબ્રેટ કરવાના છીએ. આ ત્રણેય આઇકૉનિક ફિલ્મોના મ્યુઝિકનો અનુભવ કરવાની સાથે તમને લાઇવ તબલાં અને ડાન્સ-પર્ફોર્મન્સનો પણ આનંદ મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2024 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK