આ ફોટો જોઈને બધાને લાગ્યું હશે કે સલમાન બાળકને મળવા ગયો હતો, પણ હકીકતમાં એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી જનરેટ કરવામાં આવેલો ફોટો છે.
વાયરલ તસવીર
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ૧૫ જુલાઈએ દીકરીનાં મમ્મી-પપ્પા બન્યાં છે અને તેમણે ફોટોગ્રાફર્સને દીકરીનો ફોટો ન લેવાની વિનંતી કરી હતી. જોકે આમ છતાં સોશ્યલ મીડિયા પર એક ફોટો વાઇરલ થયો છે જેમાં સલમાન ખાનને કિઆરા-સિદ્ધાર્થ અને બાળક સાથે પોઝ આપતો દેખાડવામાં આવ્યો છે. આ ફોટો જોઈને બધાને લાગ્યું હશે કે સલમાન બાળકને મળવા ગયો હતો, પણ હકીકતમાં એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી જનરેટ કરવામાં આવેલો ફોટો છે. આ ફોટો સલમાનની એક ફૅન ક્લબ દ્વારા શૅર કરવામાં આવ્યો છે.

