Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘અપૂર્વા’ની સ્ટોરી લઈને આવશે તારા સુતરિયા

‘અપૂર્વા’ની સ્ટોરી લઈને આવશે તારા સુતરિયા

19 July, 2022 03:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મને લઈને તારાએ કહ્યું કે ‘એક યુવાન મહિલા હોવાથી મને અપૂર્વાનો રોલ કરવાનો ગર્વ છે.

 તારા સુતરિયા નિખિલ નાગેશ ભટ્ટ અને અન્ય સાથે

તારા સુતરિયા નિખિલ નાગેશ ભટ્ટ અને અન્ય સાથે


થ્રિલર ફિલ્મ ‘અપૂર્વા’માં તારા સુતરિયા એક નીડર યુવતીના રોલમાં દેખાવાની છે. ફિલ્મને નિખિલ નાગેશ ભટ્ટ ડિરેક્ટ કરશે. ફિલ્મની સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે એક ભયાનક રાતે યુવતી પોતાનો બચાવ તેની બુદ્ધિ અને સ્ટ્રેંગ્થથી કરે છે. સ્ટાર સ્ટુડિયોઝ અને સિને 1 સ્ટૂડિયોઝ એને પ્રોડ્યુસ કરશે. ફિલ્મને લઈને તારાએ કહ્યું કે ‘એક યુવાન મહિલા હોવાથી મને અપૂર્વાનો રોલ કરવાનો ગર્વ છે. આ એક એવી યુવતીની સ્ટોરી છે જેની દૃઢતા અને સ્ટ્રેંગ્થ ગજબની છે. હું ઇન્ટેલિજન્ટ, ચતુર અને ​સાહસિક મહિલાની જર્નીની શરૂઆત કરવા માટે આતુર છું જે તમામ પડકારોને મહાત આપીને બચી નીકળે છે.’

આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. ફિલ્મની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તારાએ કૅપ્શન આપી હતી, ‘નીડરતાનો પણ એક નવો ચહેરો હોય છે અને એનું નામ છે ‘અપૂર્વા’. સ્ટ્રૉન્ગ અને શક્તિશાળી મહિલાનું પાત્ર ભજવવાથી હું સન્માનિત  અને એક્સાઇટેડ છું. અણધારી આફતમાંથી બચી નીકળવાનો ખેલ દેખાડે છે ‘અપૂર્વા’. આ એક એવી હટકે સ્ટોરી છે જે લોકોને છેવટ સુધી જકડી રાખશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2022 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK