એ.પી. ઢિલ્લોંની કૉન્સર્ટમાં થયેલા વિવાદ વિશે તારા સુતરિયાએ મોટો ખુલાસો કર્યો
એ.પી. ઢિલ્લોંની મુંબઈમાં યોજાયેલી કૉન્સર્ટમાં તેણે તારા સુતરિયાને હગ અને કિસ કરતાં તેનો બૉયફ્રેન્ડ વીર પહારિયા અપસેટ થયો હતો એવા વીડિયો વાયરલ થયા હતા
હાલમાં એ.પી. ઢિલ્લોંની મુંબઈમાં યોજાયેલી કૉન્સર્ટમાં તેણે તારા સુતરિયાને હગ અને કિસ કરતાં તેનો બૉયફ્રેન્ડ વીર પહારિયા અપસેટ થયો હતો એવા રિપોર્ટ હતા અને એવી તસવીરો અને વિડિયો પણ ફરતા થયા હતા. જોકે પછી તારા અને વીરે ખુલાસો કરીને જણાવ્યું હતું કે સ્માર્ટ એડિટિંગનું પરિણામ હતું. હવે આ વિવાદમાં તારાએ મોટો ખુલાસો કરતાં કહ્યું હતું કે તેની ઇમેજ ખરાબ કરવા માટે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ૬-૬ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.
હાલમાં એક ઇન્ફ્લુએન્સરે પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે તેને તારા સુતરિયા સામે નેગેટિવ કન્ટેન્ટ બનાવવા માટે ૬૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. શૅર કરેલી ક્લિપમાં ઇન્ફ્લુએન્સર કહે છે, ‘તેમણે મને કહ્યું કે એક કલાકમાં તમને પેમેન્ટ મળી જશે, બસ અમે જે ૮ પૉઇન્ટ આપ્યા છે એ મુજબ તમારે કન્ટેન્ટ પોસ્ટ કરવાનું છે.’
ADVERTISEMENT
તારાએ એક ઇન્ફ્લુએન્સરની પોસ્ટ રીશૅર કરીને લખ્યું હતું, ‘અવાજ ઉઠાવવા માટે અને આ બધું પૈસા આપીને કરાવવામાં આવ્યું છે એવું જણાવવા બદલ આભાર. મારી ઇમેજને નુકસાન પહોંચાડવા માટે આ બધું કરવામાં આવ્યું છે. તેમણે ખાસ મુદ્દાઓની યાદી બનાવી અને ક્રીએટર્સને એ તરત જ શૅર કરવા કહ્યું. શરમજનક છે.’


