Mumbai Crime: આરોપી મહિલાએ તેના બૉયફ્રેન્ડને ન્યૂ યરના સેલિબ્રેશન માટે સાંતાક્રુઝમાં તેના ઘરે નોતરું આપ્યું હતું. બંનેએ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. પણ અચાનકથી જ મહિલાએ ન કરવાનું કરી દીધું હતું.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી હચમચાવી મૂકે એવો એક કિસ્સો (Mumbai Crime) સામે આવ્યો છે. એક મહિલાએ તેના બૉયફ્રેન્ડના પ્રાઇવેટ પાર્ટને કાપી નાખ્યું હોવાનો બનાવ બન્યો છે. અહેવાલો અનુસાર બૉયફ્રેન્ડે આ મહિલા જોડે પરણવાની ના પાડી દીધી હતી જેથી રોષે ભરાયેલી મહિલાએ બૉયફ્રેન્ડના ગુપ્તાંગને જ કાપી નાખ્યું હતું. રીપોર્ટ અનુસાર આરોપી મહિલાએ તેના બૉયફ્રેન્ડને ન્યૂ યરના સેલિબ્રેશન માટે સાંતાક્રુઝમાં તેના ઘરે નોતરું આપ્યું હતું. બંનેએ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. પણ અચાનકથી જ મહિલાએ ન કરવાનું કરી દીધું હતું.
ADVERTISEMENT
Mumbai Crime: ૪૨ વર્ષીય પીડિત એ બીજું કોઈ નહીં પણ આરોપી મહિલાની ભાભીનો ભાઈ હતો. આ બંને વચ્ચે છેલ્લા સાત વર્ષથી પ્રેમ પાંગર્યો હતો. આરોપી મહિલાને ચાર અને સાત વર્ષના બે બાળકો પણ છે. જ્યારે તેનો બૉયફ્રેન્ડ પણ પરણેલો હતો. તેને પણ સંતાનો છે. આ જ કારણોસર તે આરોપી મહિલા જોડે લગ્ન કરવાની ના પાડતો હતો.
લગ્ન કરવાની ના પડી એટલે ગર્લફ્રેન્ડ વીફરી
આ બનાવ (Mumbai Crime) બાદ પીડિતને તરત જ નજીકની વી. એન. દેસાઇ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેને સાયન હોસ્પિટલમાં આગળ મોકલાયો હતો. ગુપ્તાંગ પાસે ઘા થયા હોય તેની સર્જરી કરવામાં આવી હતી. હૉસ્પિટલ દ્વારા પીડિતની યુરોલોજી અને જનરલ સર્જરી ટીમ સાથે મળીને સર્જરી કરાઇ હતી. પોલીસ જણાવે છે કે આરોપી મહિલા આ પીડિત સાથે પ્રેમમાં પડ્યા બાદ લગ્ન કરવા ઇચ્છતી હતી. પરંતુ તેના બૉયફ્રેન્ડે પોતાની પત્નીઓ અને બાળકોથી અલગ થવાની ના પડી દીધી હતી. જોકે, આ બંનેના પ્રેમપ્રકરણ વિષે તો તેની પત્નીને પણ જાણ થઈ ગઈ હતી અને તેણે આરોપી મહિલા સાથે ઝઘડો પણ કર્યોહતો. બૉયફ્રેન્ડે તેની આરોપી ગર્લફ્રેન્ડને પરિસ્થિતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે સમજી નહોતી. તે લગ્ન કરવાની જ હઠ લઈને બેઠી હતી. તે થોડાક દિવસ તો તેના પિયર બિહારમાં પણ ચાલી ગઈ હતી. પણ પાછી મુંબઈ આવીને તેણે આ કૃત્ય કર્યું હતું.
મુંબઈ પોલીસે મહિલાને દબોચી લીધી
થર્ટીફર્સ્ટની રાત્રે આરોપી મહિલાએ બૉયફ્રેન્ડને ઘરે બોલાવી મીઠાઇ ખવડાવી હતી અને બંનેને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. ત્યારબાદ મહિલાએ ઓચિંતા કોઈ તીક્ષ્ણ સાધન વડે પીડિતના પ્રાઈવેટ પાર્ટ પર ઘા કર્યો (Mumbai Crime) હતો. આ હુમલો અતિશય ક્રૂરતાથી કરાયો હતો. ત્યારબાદ પીડિત જેમ તેમ કરી ત્યાંથી નાસી છૂટયો હતો. તરત તેણે પોતાના ભાઈને વાત કરી. અને તે હૉસ્પિટલમાં દાખલ થયો. મુંબઈ પોલીસે આ 25 વર્ષીય આરોપી મહિલાની ગુરુવારે ધરપકડ કરી લીધી છે. આ જ બાબતે મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું કે અમે 25 વર્ષીય મહિલાની ગુરુવારે પકડી પાડી છે, વાત એમ હતી કે આ મહિલાના બૉયફ્રેન્ડે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી એટલે તેણે બૉયફ્રેન્ડના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો.


