તારા સુતરિયાને માત્ર શોભાના પૂતળા સમાન બનીને નથી રહેવું. તેની ‘અપૂર્વા’ હાલમાં જ ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. તેના પર્ફોર્મન્સની સૌકોઈ પ્રશંસા કરી રહ્યા છે. તારાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી કરીઅરની શરૂઆત કરી હતી.
તારા સુતારિયા
તારા સુતરિયાને માત્ર શોભાના પૂતળા સમાન બનીને નથી રહેવું. તેની ‘અપૂર્વા’ હાલમાં જ ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. તેના પર્ફોર્મન્સની સૌકોઈ પ્રશંસા કરી રહ્યા છે. તારાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે ‘મરજાવાં’, ‘તડપ’, ‘હીરોપંતી 2’ અને ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળી હતી. તેને ઘણુંબધું હજી એક્સપ્લોર કરવું છે. એ વિશે તારાએ કહ્યું કે ‘હું હીરોની બાજુમાં માત્ર શોભાના પૂતળાની જેમ ઊભી રહેવા નથી માગતી. મારે હજી ઘણુંબધું કરવું છે.’

