Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાના પાટેકરનું મૃત્યુ ચમત્કારથી ઓછું નથી એમ કહીને તનુશ્રી દત્તાએ કર્યો વળતો પ્રહાર

નાના પાટેકરનું મૃત્યુ ચમત્કારથી ઓછું નથી એમ કહીને તનુશ્રી દત્તાએ કર્યો વળતો પ્રહાર

Published : 10 October, 2026 06:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ વ્યક્તિના નિધન માત્રથી તેના ભૂતકાળના ગુના અને તેણે કરેલા અન્યાય ભૂંસાઈ નથી જતા, તનુશ્રીના આ તીખાં નિવેદનો સામે ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ અસોસિએશને ભારે નારાજગી વ્યક્ત કરી છે અને આ નિવેદનોને સસ્તી પબ્લિસિટી મેળવવાનો સંવેદનહીન પ્રયાસ ગણાવ્યો છે.

નાના પાટેકર અને તનુશ્રી દત્તા

નાના પાટેકર અને તનુશ્રી દત્તા


વરિષ્ઠ અભિનેતા નાના પાટેકરના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને સોશ્યલ મીડિયા પર ‘ઇવિલ ડેડ’ શબ્દપ્રયોગ કરીને ભારે વિરોધનો સામનો કરી રહેલી અભિનેત્રી તનુશ્રી દત્તાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. તનુશ્રીએ પોતાના નિવેદનનો બચાવ કરતાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિના નિધન માત્રથી તેના ભૂતકાળના ગુના અને તેણે કરેલા અન્યાય ભૂંસાઈ જતા નથી. તનુશ્રીએ નાના પાટેકરના મૃત્યુને ‘કોઈ ચમત્કારથી ઓછું નહીં’ ગણાવ્યું હતું.
ભારતમાં ૨૦૧૮માં #MeToo ચળવળની શરૂઆત કરનારી તનુશ્રી દત્તાએ વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના એક ગીતના શૂટિંગ દરમ્યાન નાના પાટેકરે તેની જાતીય સતામણી કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
પોતાની સામે થઈ રહેલા વિરોધનો જવાબ આપતાં તનુશ્રીએ જણાવ્યું હતું કે ‘દરેક વ્યક્તિનો કોઈ માણસ સાથેનો અનુભવ અલગ-અલગ હોઈ શકે, પરંતુ મેં જે વ્યક્તિગત રીતે સહન કર્યું છે એના પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં. જ્યારે હું કહું છું કે ઇવિલ ઇઝ ડેડ ત્યારે મારો અર્થ એ જ છે. મારા માટે એ જ મારી વાસ્તવિકતા છે. નાના પાટેકર અત્યંત સૅડિસ્ટિક અને સાઇકોપૅથ હતા અને તેમનું મૃત્યુ મારા માટે કોઈ ચમત્કારથી ઓછું નથી. હવે જાણે આખરે મારી વર્ષોની યાતનાઓનો અંત આવ્યો હોય એવો હાશકારો અનુભવાઈ રહ્યો છે.’

અન્ડરવર્લ્ડ અને બૉલીવુડ માફિયા સાથે સંબંધ હોવાના આક્ષેપ



નાના પાટેકર સામે વધુ ગંભીર આક્ષેપો કરતાં તનુશ્રીએ દાવો કર્યો હતો કે ‘તે કોઈ શરીફ માણસ નહોતો, તે અન્ડરવર્લ્ડ ડૉન માન્યા સુર્વેનો કઝિન હતો. આજે એક શૈતાન મર્યો છે, જેણે મારું જીવવું હરામ કરી નાખ્યું હતું. આ બૉલીવુડ માફિયાનો એક હિસ્સો હતો જે આજે ખતમ થયો છે.’ પોતાની મુશ્કેલીઓ વર્ણવતાં તનુશ્રીએ જણાવ્યું હતું કે ‘૨૦૧૮ની #MeToo મૂવમેન્ટ પછી મારું જીવન અત્યંત કપરું બની ગયું હતું. મને સતત ધમકીઓ મળતી હતી, લોકો મારો પીછો કરતા હતા અને ૨૦૨૪માં મારી કારની બ્રેક સાથે પણ છેડછાડ કરવાનો પ્રયાસ થયો હતો. ૨૦૨૦થી હું દરરોજ માનસિક ત્રાસ ભોગવી રહી હતી, પરંતુ ભગવાન કૃષ્ણ પરની મારી અતૂટ શ્રદ્ધાને કારણે આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકી છું.’


મારા વિરુદ્ધ બોલવા નાના પાટેકરે રાખી સાવંતને રોકડા અઢી લાખ રૂપિયા આપ્યા હતા : તનુશ્રી દત્તાનો ચોંકાવનારો દાવો

તનુશ્રી દત્તાએ રાખી સાવંત સામે પણ ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તનુશ્રીએ દાવો કર્યો છે કે વર્ષ ૨૦૧૮માં #MeToo ચળવળ દરમ્યાન મારી વિરુદ્ધ પ્રેસ-કૉન્ફરન્સ યોજીને ખોટા આક્ષેપો કરવા માટે નાના પાટેકરે રાખી સાવંતને બેથી અઢી લાખ રૂપિયા રોકડા ચૂકવ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા એક વિડિયોમાં તનુશ્રીએ આરોપ મૂક્યો હતો કે રાખી સાવંતે પ્રેસ-કૉન્ફરન્સ યોજવાના બે દિવસ પહેલાં નાના પાટેકરના મુંબઈ સ્થિત ઘરે જઈને આ રોકડ રકમ મેળવી હતી.
પોતાના આરોપોની સ્પષ્ટતા કરતાં તનુશ્રીએ જણાવ્યું હતું કે ‘આ વાત હું મારી મેળે નથી કહી રહી, પરંતુ રાખી સાવંતની એક સમયની સૌથી નજીકની મિત્ર રાજશ્રી મોરેએ મને અને અન્ય પાંચ લોકોની હાજરીમાં આ સત્ય જણાવ્યું હતું. રાજશ્રીની ગાડીમાં બેસીને જ રાખી નાના પાટેકરના ઘરે ગઈ હતી અને ત્યાંથી નોટોનાં બંડલ ઉપાડ્યાં હતાં. એ સમયે હું માનસિક રીતે અત્યંત પરેશાન હતી. નાના પાટેકરના માણસો મને સતત હેરાન કરી રહ્યા હતા અને બીજી બાજુ રાખી સાવંતે આવીને મારા વિરુદ્ધ વિડિયો બનાવીને અને ખોટા આક્ષેપો કરીને મને વધુ વિક્ટિમાઇઝ કરી હતી. શરૂઆતમાં મને લાગતું હતું કે રાખી માત્ર પબ્લિસિટી મેળવવા માટે આવું કરી રહી છે, પરંતુ પાછળથી મને ખબર પડી કે આ બધું કરવા માટે તેને પૈસા ચૂકવવામાં આવ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK