તામિલ અભિનેતાએ સોશ્યલ મીડિયા પર શૅર કરી ન્યૂડ ફોટોશૂટની તસવીરો
વિષ્ણુ વિશાલ (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
બૉલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) તેના ન્યૂડ ફોટોશૂટની તસવીરોને કારણે હમણા સતત ચર્ચામાં રહે છે. ત્યારે બૉલિવૂડ અભિનેતાના રસ્તે હવે આ તામિલ અભિનેતા પણ ચાલ્યો છે. અભિનેતા વિષ્ણુ વિશાલ (Vishnu Vishal)એ સોશ્યલ મીડિયા પર ન્યૂડ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે. મુખ્ય બાબત એ છે કે, આ ફોટોશૂટ તેની પત્ની અને ભારતીય બેડમિન્ટન ખિલાડી જ્વાલા ગુટ્ટા (Jwala Gutta)એ કર્યું છે.
શરીર પર કોઈપણ વસ્ત્ર પહેર્યા વગર બેડરુમમાં પાડેલી તસવીરો અભિનેતા વિષ્ણુ વિશાલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. સાથે જ લખ્યું છે કે, તે પણ આ ન્યૂડ ટ્રેન્ડમાં જોડાઇ ગયો છે. આ નગ્ન તસવીરોમાં તે એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય છે.
ADVERTISEMENT
તસવીરોની પોસ્ટ સાથે વિષ્ણુ વિશાલે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘હું પણ રણવીર સિંહના ટ્રેન્ડને ફોલો કરી રહ્યો છું. અને આ ગ્રુપમાં જોડાઈ રહ્યો છું. જ્યારે પત્ની ફોટોગ્રાફર બની જાય છે.’
View this post on Instagram
અભિનેતાએ તસવીરોમાં શરીરના નીચેના ભાગને ઓશીકાથી ઢાંકી દીધા છે. આ દરમિયાન વિષ્ણુએ ચાર અલગ-અલગ પોઝ આપ્યા છે. તેની ફિટનેસ અને સિક્સ પેક એબ્સ પણ આંખે વળગે છે. વિષ્ણુની તસવીરો પર ઘણા સેલિબ્રિટીઓ કમેન્ટ કરી રહ્યાં છે.
આ પણ જુઓ : ન્યૂડિટીની દોડમાં હતા રણવીર સિંહ પહેલા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો
તમને જણાવી દઈએ કે, વિષ્ણુ વિશાલ અભિનેતા સિવાય ક્રિકેટર પણ છે. તેણે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA)માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પછી તેણે તામિલ ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો અને કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. વિષ્ણુ છેલ્લે તમિલ ફિલ્મ ‘FIR રેડી’માં જોવા મળ્યો હતો.

