તમન્ના ભાટિયાએ પોતાની લેટેસ્ટ તસવીર પોસ્ટ કરી એ પછી તેને આવી સલાહ મળી
તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાના અભિનયની સાથે-સાથે તેના લુક અને સુંદરતાના અનેક ચાહકો છે. હાલમાં તમન્નાએ સોશ્યલ મીડિયામાં બ્લૅક ગાઉનમાં પોતાના કેટલાક ફોટો શૅર કર્યા હતા, જે તેના ઘણા ફૅન્સને બિલકુલ પસંદ નથી આવ્યા. આ તસવીરોમાં તમન્નાનો ગ્લૅમરસ લુક જોવા મળે છે અને તેણે ગ્રે અને બ્લૅક કલરનો શિમરી ગાઉન પહેર્યો છે. આ આઉટફિટ સાથે તમન્નાએ ગ્લૉસી મેકઅપ અને વાળમાં ટાઇટ ચોટલી બનાવીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
તમન્નાનો આ લુક તેના કેટલાક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક યુઝર્સ તેને આ માટે ટ્રોલ કરતા પણ જોવા મળ્યા. એક ફૅને તેને સલાહ આપી છે કે તારી ડિઝાઇનરને નોકરીમાંથી કાઢી મૂક તો કેટલાકે સ્પષ્ટ કહી દીધું છે કે તે બિલકુલ સારી નથી લાગી રહી.


