‘ધ ડર્ટી પિકચર’ દક્ષિણ ભારતીય અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત હતી.
તમન્ના ભાટિયા
૨૦૧૧માં આવેલી વિદ્યા બાલનની સુપરહિટ ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી હતી. હવે આ ફિલ્મના નિર્માતાઓ એની સીક્વલ એટલે કે ‘ધ ડર્ટી પિક્ચર 2’ લાવવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મનિર્માત્રી એકતા કપૂરે પોતે જ આ સમાચારની પુષ્ટિ કરી છે. મૂળ ફિલ્મનાં ૧૫ વર્ષ બાદ એકતા કપૂર આ ફ્રૅન્ચાઇઝીને આગળ વધારવા જઈ રહી છે. તેણે આ ફિલ્મ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે તેની પાસે એક એવી દમદાર વાર્તા છે જે પહેલા ભાગની જેમ જ દર્શકોને આશ્ચર્યચકિત કરી દેશે. આ સીક્વલ માટે લીડ ઍક્ટ્રેસ તરીકે તમન્ના ભાટિયા અને તૃપ્તિ ડિમરીના નામની ચર્ચા ચાલી રહી છે. જોકે ફિલ્મની કાસ્ટિંગ વિશે હજી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
‘ધ ડર્ટી પિકચર’ દક્ષિણ ભારતીય અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલન, નસીરુદ્દીન શાહ, ઇમરાન હાશ્મી અને તુષાર કપૂરે કામ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનય માટે વિદ્યાને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. હવે આ ફિલ્મની સીક્વલ પણ કોઈ દમદાર મહિલા પાત્રના જીવન પર આધારિત હશે.
