Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: નવી મુંબઈમાં દારૂની દાણચોરી બદલ ટ્રક-ડ્રાઇવરની ધરપકડ

News In Shorts: નવી મુંબઈમાં દારૂની દાણચોરી બદલ ટ્રક-ડ્રાઇવરની ધરપકડ

Published : 14 October, 2026 08:49 AM | Modified : 14 October, 2026 11:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઍક્ટ 1949 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.’

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈમાં એક ટ્રકમાંથી ૧.૧૫ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે અને એના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે એમ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું. રાજ્યના એક્સાઇઝ કમિશનર પ્રવીણ તાંબેએ કહ્યું હતું કે ‘અમારી ફ્લાઇંગ સ્ક્વૉડે ૧૧ ઑક્ટોબરે એક ટ્રકને અટકાવી હતી, જેમાં એક્સાઇઝ ડ્યુટી ચૂકવ્યા વિના વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દારૂ ખાસ કરીને ગોવામાં વેચાણ માટે બનાવવામાં આવ્યો હતો. દારૂની બૉટલો પર MRP અને બૅચ-નંબરનો ઉલ્લેખ નહોતો. મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઍક્ટ 1949 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.’

ખાલાપુરમાં અન્ડરકન્સ્ટ્રક્શન ગોડાઉનનું લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું; એકનું મૃત્યુ, ૧૪ ઘાયલ



રાયગડ જિલ્લાના ખાલાપુર તાલુકાના માણકેવલી ગામમાં કસ્તુરી લૉજિસ્ટિક્સ વેઅરહાઉસનું બાંધકામ ચાલી રહ્યું હતું. એના લોખડના શેડનું સ્ટ્રક્ચર ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે તૂટી પડ્યું હતું. પચીસ જેટલા મજૂરો એ વખતે ત્યાં કામ કરી રહ્યાં હતાં. શેડ તૂટી પડતાં કેટલાક મજૂરો ઘાયલ થયા હતા, જ્યારે કેટલાક એની નીચે ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં એક મજૂરનું મૃત્યુ થયું હતું, જ્યારે ૧૪ મજૂર ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટનાની વધુ તપાસ ખાલાપુર પોલીસ કરી રહી છે.  


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK