તેઓ ગુજરાતી લોકસાહિત્યકાર મનુભાઈ ગઢવીના દીકરા છે. સંજય ગઢવીના પરિવારમાં વાઇફ જીના અને બે દીકરીઓ છે.

સંજય ગઢવી
‘ધૂમ’ અને ‘ધૂમ 2’ને ડિરેક્ટ કરનારા સંજય ગઢવીનું રવિવારે કાર્ડિઍક અરેસ્ટને કારણે અવસાન થયા બાદ ગઈ કાલે ઓશિવરાની સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમને અંતિમ વિદાય આપવા માટે તબુ, ફિલ્મમેકર આશુતોષ ગોવારીકર અને સિદ્ધાર્થ આનંદ હાજર હતાં. તેમના અવસાનના સમાચાર મળતાં જ અભિષેક બચ્ચન, હૃતિક રોશન અને જૉન એબ્રાહમે સોશ્યલ મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ ગુજરાતી લોકસાહિત્યકાર મનુભાઈ ગઢવીના દીકરા છે. સંજય ગઢવીના પરિવારમાં વાઇફ જીના અને બે દીકરીઓ છે. બાવીસ નવેમ્બરે તેમનો બર્થ-ડે છે અને તેમણે દુનિયાથી વિદાય લઈ લીધી છે.

