Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિતાલી રાજની બાયોપિકની તૈયારી આવતા વર્ષે શરૂ કરશે તાપસી પન્નુ

મિતાલી રાજની બાયોપિકની તૈયારી આવતા વર્ષે શરૂ કરશે તાપસી પન્નુ

10 December, 2019 10:01 AM IST | Mumbai

મિતાલી રાજની બાયોપિકની તૈયારી આવતા વર્ષે શરૂ કરશે તાપસી પન્નુ

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ


ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમની કૅપ્ટન મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મીઠ્ઠુ’ માટે તાપસી પન્નુ આવતા વર્ષે તૈયારી શરૂ કરવાની છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૦ની મધ્યમાં શરૂ કરવામાં આવશે. મિતાલી રાજના બર્થ-ડે પર તેની બાયોપિક બનાવવાની જાહેરાત તાપસીએ કરી હતી. આ ફિલ્મને વાયકૉમ 18 સ્ટુડિયોઝ પ્રોડ્યુસ કરશે અને ‘રઈસ’ના ડિરેક્ટર રાહુલ ધોળકિયા ડિરેક્ટ કરશે. આ ફિલ્મ વિશે માહિતી આપતાં તાપસીએ કહ્યું હતું કે ‘હું જાણું છું કે આ મારા માટે થોડું અઘરું થવાનું છે. હું ક્રિકેટ તો ખૂબ જોઉં છું, પરંતુ કદી પણ આ રમત નથી રમી. એથી આ મારા માટે ચૅલેન્જિંગ રહેવાની છે. મિતાલીએ મને પહેલેથી જ કહી રાખ્યું છે કે તે જોવા માગે છે કે હું કવર ડ્રાઇવ કઈ રીતે રમું છું. હું આવતા વર્ષે આ ફિલ્મની તૈયારી કરવાની છું, કારણ કે ૨૦૨૦ની મધ્યમાં અમે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2019 10:01 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK