તાપસીએ આ ડોનેશન-ડ્રાઇવના ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શૅર કર્યા હતા અને લોકો પણ આર્થિક સહયોગ આપી શકે એ માટે સંસ્થાની વિગતો પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોમાં મૂકી હતી.
તાપસીએ કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદોને પંખા-કૂલર આપીને પહોંચાડી દિલને ઠંડક
તાપસી પન્નુએ ગુડગાંવના NGO હેમકુંટ ફાઉન્ડેશન સાથે મળીને ડોનેશન-ડ્રાઇવમાં ભાગ લીધો હતો. તેણે અત્યારની કાળઝાળ ગરમીમાં પંખા અને કૂલરનું જરૂરિયાતમંદોને વિતરણ કરીને દિલને ઠંડક પહોંચાડે એવું સેવાકાર્ય કર્યું છે. તાપસીએ આ ડોનેશન-ડ્રાઇવના ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શૅર કર્યા હતા અને લોકો પણ આર્થિક સહયોગ આપી શકે એ માટે સંસ્થાની વિગતો પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોમાં મૂકી હતી. હેમકુંટ ફાઉન્ડેશન ૨૧ રાજ્યોમાં સેવાકાર્ય કરે છે અને તાપસી એના સલાહકાર બોર્ડમાં છે.

