એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે રિક્ષામાં બેઠેલી છે
તાપસી પન્નુની તસવીર
તાપસી પન્નુ હાલમાં જ રિક્ષાની મજા માણતી જોવા મળી હતી. એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે રિક્ષામાં બેઠેલી છે. મુંબઈમાં તેને રિક્ષામાં જોઈને ફોટોગ્રાફર્સ તેની પાછળ પડ્યા હતા. આથી રિક્ષામાંથી તાપસી કહેતી જોવા મળી રહી છે કે ‘ચૈન સે ઑટો મેં ઘૂમને દો ના યાર’. ત્યાર બાદ તે રિક્ષાના ડ્રાઇવરને ફાસ્ટ ચલાવવા કહે છે, પરંતુ ફોટોગ્રાફર્સ બાઇક પર તેની પાછળ-પાછળ ફાસ્ટ ચલાવી રહ્યા હોવાથી તાપસી તેમને અકસ્માત થઈ શકે છે એ વિશે ચેતવતી જોવા મળી રહી છે.

