તાપસી પન્નુ પોતાના વિચારોને બિન્દાસ રીતે વ્યક્ત કરે છે
તાપસી પન્નુ
તાપસી પન્નુ પોતાના વિચારોને બિન્દાસ રીતે વ્યક્ત કરે છે. તે કોઈ પણ વિષય પર બોલવામાં અચકાતી નથી. વિક્રાન્તે કહ્યું હતું કે તાપસી તેને સેટ પર ખૂબ ખખડાવતી હતી. એથી એ વાત પર તાપસીએ જણાવ્યું છે કે તેને એવા લોકો પર સમયની બરબાદી નથી કરવી જેમની તેને કાળજી નથી. એ વિશે તાપસી કહે છે, ‘હું મારા સમયની બરબાદી, મારી મહેનત અથવા તો બ્લડ-પ્રેશર એવા લોકો પર નથી વધારવા માગતી કે જેમના માટે મને પરવા ન હોય. લાઇફ શૉર્ટ અને કીમતી છે એથી જે લોકોનું મારી લાઇફમાં કોઈ મહત્ત્વ જ નથી તેમના પર ગુસ્સો કરીને હું શું કામ સમયની બરબાદી કરું? એથી જો હું સેટ પર તમારી સાથે કોઈ વિષય પર ચર્ચા કરતી હોઉં અને મને એમ લાગે કે કોઈ બાબત યોગ્ય નથી. એનો અર્થ એ થાય છે કે મારી લાઇફમાં અને મારા વિચારોમાં હું તમને અગત્યના ગણું છું.’
પતિના દેશ ડેન્માર્ક શિફ્ટ થશે તાપસી?
ADVERTISEMENT
તાપસી પન્નુ તેના હસબન્ડ બૅડ્મિન્ટન કોચ મથાયસ બો સાથે ડેન્માર્ક શિફ્ટ થવાનું વિચારી રહી છે. બન્નેએ ત્યાં નવું મકાન ખરીદ્યું છે. તાપસીએ એમ પણ જણાવ્યું છે કે તે સમરમાં ડેન્માર્કમાં સમય પસાર કરશે, કેમ કે ભારતમાં તપતી ગરમીમાં અને વરસાદમાં ફિલ્મનું શૂટિંગ કરવું અઘરું બની જાય છે. ભારત અને ડેન્માર્ક બન્ને દેશોમાં તેમણે રહેવાનું નક્કી કર્યું છે. એ વિશે તાપસી કહે છે, ‘અમે ડેન્માર્કમાં મકાન ખરીદ્યું છે. અમે બન્ને દેશોમાં અવરજવર કરતા રહીશું. અમે બન્ને એક જ સ્થળે લાંબા સમય સુધી ટકી નથી શકતાં, કારણ કે તે સ્પોર્ટ્સ-પર્સન છે અને હું એક ઍક્ટર છું. અમે મહિનાઓ સુધી એક જ સ્થાને ન રહી શકીએ.’

