પોતાની ખુશી વ્યક્ત કરતાં સુઝૅને દીકરાના બાળપણથી માંડીને અત્યાર સુધીના તમામ ફોટોનો મોન્ટાજ વિડિયો બનાવ્યો છે
સુઝૅન દીકરાઓ સાથે
હૃતિક રોશન અને સુઝૅન ખાનના મોટા દીકરા રેહાનને પ્રતિષ્ઠિત બર્કલી કૉલેજ ઑફ મ્યુઝિકમાં ઍડ્મિશન મળી ગયું છે અને એ પણ સ્કૉલરશિપ સાથે. પોતાની ખુશી વ્યક્ત કરતાં સુઝૅને દીકરાના બાળપણથી માંડીને અત્યાર સુધીના તમામ ફોટોનો મોન્ટાજ વિડિયો બનાવ્યો છે. ૨૦૧૩માં હૃતિક અને સુઝૅને ડિવૉર્સ લઈ લીધા છે, પરંતુ તેઓ રેહાન અને રિધાનને સાથે મળીને મોટા કરી રહ્યાં છે. દીકરાના વિવિધ ફોટોનો મોન્ટાજ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુઝૅન ખાને કૅપ્શન આપી હતી, ‘૨૦૨૩ની ૧૯ ડિસેમ્બરે અમારા દીકરા રેહાનને બર્કલી કૉલેજ ઑફ મ્યુઝિક તરફથી સ્વીકૃતિપત્ર મળ્યો છે. સાથે જ તેનું કૌશલ જોઈને તેને સ્કૉલરશિપ પણ ઑફર કરી છે. મારી લાઇફનો એ ખુશનુમા દિવસ હતો. રે તું મારો હીરો છે અને મારો બેસ્ટ ફ્રેન્ડ પણ છે. છેલ્લાં ૯ વર્ષથી હું તને મ્યુઝિક પ્રત્યેની તારી દીવાનગીને જોતી આવી છું. મને તારા પર અતિશય ગર્વ છે. તેં મારા જીવનને વધુ ઊજળું કર્યું છે. તારા જુનૂનની આ જર્ની તને ખૂબ સફળતા, પ્રેમ અને આનંદ અપાવે. ગૉડ બ્લેસ યુ માય ડાર્લિંગ. તારાં દરેક કાર્યો પર ભગવાનની કૃપા થાય. તારી દરેક ટ્યુન લોકોના દિલમાં અવિરત ગુંજ્યા કરે. મને ખાતરી છે કે તારી આ જર્ની હવે ક્યાંય અટકશે નહીં.’


