ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ તેમના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સુષ્મિતા સેન તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી હતી. આ રહ્યો વીડિયો...
સુષ્મિતા સેન અને રોહમન શોલ
ગતરોજ એટલે કે મંગળવારે રાત્રે ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ તેમના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સલમાન ખાન, કેટરિના કૈફ, અનિલ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા. તમામ સ્ટાર્સ દિવાળીના રંગોમાં જોવા મળ્યા હતા. પરંતુ રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં જેણે સૌથી વધુ હેડલાઈન્સ મેળવી તે છે સુષ્મિતા સેન. તે ફરી એકવાર રમેશ તૌરાનીની પાર્ટીમાં બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી હતી, જેના પછી દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે.
ગત વર્ષે એવા સમાચાર આવ્યા હતા કે સુષ્મિતા સેન અને રોહમન શૉલનું બ્રેકઅપ થઈ ગયું છે. કપલે સોશિયલ મીડિયા દ્વારા આ અંગે સંકેત પણ આપ્યા હતા. પરંતુ હાલમાં જ બંનેને ફરી એકસાથે જોયા બાદ આ સમાચાર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સુષ્મિતા સેન અને રોહમન શોલ ફરી સાથે છે. તેથી જ જુઓ કેવી રીતે આ લવ-બર્ડ્સ એકબીજાનો હાથ પકડીને આ પાર્ટીમાં પહોંચ્યા છે. એટલું જ નહીં, આ દરમિયાન સુષ્મિતા સેને રોહમન શોલની બાહોમાં પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો. રોહમન તેની લેડી લવના પલ્લુને સંભાળતો પણ જોવા મળ્યો હતો. આ કપલનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સુષ્મિતા અને રોહમનને ફરી એકવાર સાથે જોઈને ફેન્સ ખુશ છે. ફેન્સ તેના વીડિયો પર ઘણી કોમેન્ટ કરીને તેના પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ કપલ `આર્ય 3`ના પ્રમોશન દરમિયાન પણ સાથે જોવા મળ્યું હતું.
સુષ્મિતા સેન અને રોહમન શોલના લૂકની વાત કરીએ તો સુષ્મિતાએ રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં હાજરી આપવા માટે બ્લેક કલરની સુંદર સાડી પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. રોહમનની સુવાત કરીએ તો તે સફેદ કુર્તા-પાયજામા સાથે ગ્રીન બ્લેઝર પહેરીને એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ પહેલા પણ સુષ્મિતા અને રોહમનનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો જે `આર્ય 3`ના પ્રમોશનનો છે. આ વીડિયોમાં સુષ્મિતા સાથે રોહમન પણ જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન, તે તેના લેડી લવને લઈને પણ એકદમ પ્રોટેક્ટિવ દેખાયો. આ જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે રોહમન અને સુષ્મિતા ફરી એકવાર રિલેશનશિપમાં છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સુષ્મિતા સેનનું નામ લલિત મોદી સાથે પણ જોડાયું હતું. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર બંનેના ફોટા શેર કરી સુષ્મિતા સેન માટે કેપ્શન પણ લખ્યું હતું. પરંતુ આ સંબંધ લાંબો સમય સુધી ચાલ્યો ન હોવાની વાત હતી.

