કરણજિત કૌર જે સની લીઓનીના નામે જાણીતી છે તે દુનિયાની પહેલી ઍડલ્ટ એન્ટરટેઇનમેન્ટ સ્ટાર છે જે મેઇનસ્ટ્રીમ ઍક્ટર બની છે અને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગઈ છે
સની લીઓની
સની લીઓની આજે બૉલીવુડમાં ખૂબ જાણીતું નામ છે. પૉર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ મેઇનસ્ટ્રીમ ઍક્ટર બનવું એ કાંઈ ખાવાના ખેલ નથી. તે દુનિયાની પહેલી મેઇનસ્ટ્રીમ ઍક્ટર છે જે પૉર્ન-ઇન્ડસ્ટ્રીમાંથી આવી છે. પૅરિસ હિલ્ટન અને કિમ કર્ડાશિયન પણ એમાંની ઍક્ટર છે, પરંતુ તેઓ મેઇનસ્ટ્રીમ ઍક્ટર્સ નથી. સની લીઓનીએ આ સ્ટેજ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. જોકે તેનું ઓરિજિનલ નામ કરણજિત કૌર વોહરા છે. તેનું નામ સની લીઓની કેવી રીતે પડ્યું એ વિશે પૂછતાં સનીએ કહ્યું કે ‘હું કામ કરવા જઈ રહી હતી એ એક ટૅક્સ રિટાયરમેન્ટ ફર્મ હતી. ત્યાં મેં દરેક પ્રકારનાં કામ કર્યાં હતાં અને એમાંની એક રિસેપ્શનિસ્ટ પણ હતી. એ સમયે મારે જલદી કામ પૂરું કરવાનું હતું. તેમણે મને પૂછ્યું કે તારું નામ શું રાખવામાં આવે. મને કોઈ નામ નહોતું સૂઝતું એટલે મેં મારા ભાઈનું જે નામ છે એ ‘સની’ કહ્યું. તેનું નામ સંદીપ સિંહ છે. તેમણે મને અટક વિશે પૂછ્યું ત્યારે મેં તેમને કોઈ પણ રાખવા કહી દીધું હતું. એથી પૉપ્યુલર ઇટાલિયન સરનેમ લિયોની રાખવામાં આવી હતી.’
બૉલીવુડમાં તેણે ‘બિગ બૉસ’ દ્વારા એન્ટ્રી કરી હતી. તે આ શો કરવો કે નહીં એની અવઢવમાં હતી. જોકે તેને એટલી મોટી રકમ ચૂકવવામાં આવી કે તે એને માટે ના નહોતી પાડી શકી. તેને ઇન્ડિયામાં પહેલાં લોકો એક અલગ નજરે જોતા હતા. આ વિશે સનીએ કહ્યું કે ‘મને લાગે છે કે ઇન્ડિયામાં એ કૉમન છે. આવું મારી સાથે જ થયું છે એવું નથી. તેઓ તમારી સામે એક જ નજરે જોયા કરે છે, પણ હું આંખ આડા કાન કરીને ત્યાંથી પસાર થઈ જાઉં છું. થોડી વિચિત્ર વાત તો એ છે કે હું સેટ પર અથવા તો ઇન જર્નલ પણ કોઈને હેલો કહેતી તો કોઈ જવાબ નહોતું આપતું અને ત્યાંથી જતું રહેતું હતું. આ તો એના કરતાં પણ વધુ રૂડ છે.’
ADVERTISEMENT
તેણે ‘જિસ્મ 2’ દ્વારા ફિલ્મી કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે પહેલી ફિલ્મ વખતે તેને ખૂબ નવાઈ લાગી હતી. જાણે માછલીને પાણીની બહાર કાઢવામાં આવી હોય એવો તેને અહેસાસ થતો હતો. ફિલ્મોમાં કામ કરવા વિશે સનીએ કહ્યું કે ‘તમે શું કરો છો એનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ તમે એન્ટરટેઇનર હો તો તમારી લાઇફ ખૂબ મુશ્કેલ છે. તમારી ફૅમિલી ભલે તમને સપોર્ટ કરતી હોય, પરંતુ એમ છતાં લોકોનો પ્રેમ મેળવવામાં તેઓ તમને મદદ નથી કરી શકતા. તમે કામ કરતા હો ત્યારે તમારો દિવસ કેવો ગયો અને તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો વગેરે જેવું તમને કોઈ નથી પૂછવાનું. તમારે ફક્ત પર્ફોર્મ કરવાનું હોય છે.’
એક ફિલ્મ માટે તેને ઇકૉનૉમી-ક્લાસની ફ્લાઇટ ટિકિટ ઑફર કરવામાં આવી હતી એથી તેણે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. જોકે તેણે ફ્લાઇટ માટે નહીં, પરંતુ એક આર્ટિસ્ટ માટે જરૂરી સેવાઓ પૂરી ન પડી રહી હોવાથી ફિલ્મ છોડી દીધી હતી. તેણે આને માટે ઑડિશન પણ પાસ કરી લીધું હતું. સનીએ ફિલ્મનું નામ તો નહોતું જણાવ્યું, પરંતુ આ ફિલ્મ વિશાલ ભારદ્વાજની ‘રંગૂન’ હોવાના ચાન્સ વધુ છે, જેમાં હન્ટરવાલીનું પાત્ર હતું.
સનીની ડૉક્યુ-સિરીઝ પણ આવી હતી. એની શરૂઆત એક જર્નલિસ્ટ તેના વિશે એલફેલ બોલી રહ્યો એનાથી થાય છે. ૨૦૧૬માં ન્યુઝ ૧૮ના ઍન્કર ભૂપેન્દ્ર ચૌબે સાથે તેણે કરેલી ચર્ચા પરથી એ દૃશ્ય લેવામાં આવ્યું હોય એવું લાગે છે. આ શોમાં સની લીઓનીએ કહ્યું કે હું સમજી શકું છું કે આમિર ખાન જેવા લોકો મારી સાથે કામ કરવા ન માગે. આ વિશે સનીએ કહ્યું કે ‘આ ઇન્ટરવ્યુના થોડા દિવસ બાદ આમિર ખાન, અનિલ કપૂર, સોનમ કપૂર અને હૃતિક રોશન જેવા લોકોએ મને કૉલ કર્યો હતો અને તેમણે મને કહ્યું હતું કે અમને તારા પર ગર્વ છે.’
સની લીઓની વર્ષોથી મુંબઈમાં રહે છે, પરંતુ તેના કરતાં તેનો પતિ ડૅનિયલ વેબર વધુ દેશી બની ગયો છે. એ વિશે સનીએ કહ્યું કે ‘મારી અમેરિકન એસન્ટ પર જવાની જરૂર નથી. હું પોતે પણ એકદમ ઇન્ડિયન છું. હું રિટાયર થાઉં ત્યાર બાદ પણ મુંબઈ જ મારું ઘર બની રહેશે. જોકે હું જ્યારે ડૅનીને હંમેશાં ચિકન ટિક્કા ઑર્ડર કરતો જોઉં છું ત્યારે મને લાગે છે કે આ કોણ છે?’
સની એક ઍક્ટર હોવાની સાથે પોતાનો બિઝનેસ પણ કરે છે. આ વિશે વાત કરતાં સનીએ કહ્યું કે ‘અમે અમેરિકન્સ અમારું કામ કરીએ છીએ અને મૂવ ઑન થઈ જઈએ છીએ. જોકે અહીં વધુ પડતાં ઇમોશન્સનો સમાવેશ કરવામાં આવે છે. એના પર જ બિઝનેસ વધુ ચાલે છે. કામ પૂરું થઈ જાય પછી આગામી અઠવાડિયે પણ લોકો મળે છે. એ અમારે શીખવું પડ્યું હતું. ડૅની અને હું બન્ને આ ઇમોશન્સ પર વધુ ધ્યાન આપીએ છીએ. ઇન્ડિયા બિઝનેસ માટે ખૂબ મોટું છે. તમે બાંદરા જાઓ અને લોકો સ્લિપર વેચે છે. તેમનો બિઝનેસનો વકરો પૂછો તો પણ તમે પાગલ થઈ જશો. કૉમ્પિટિશન ખૂબ છે, પરંતુ નાનો બિઝનેસ ચલાવવો અહીં ઘણું સહેલું છે. અમેરિકા કરતાં અહીં ખૂબ સરળ છે. અહીં કેટલી વસ્તી છે એના પર તો નજર કરો.’
સની પોતે એક બ્રૅન્ડ છે, પરંતુ એમ છતાં તે દરેક વસ્તુ શીખે છે એ વિશે વાત કરતાં સનીએ કહ્યું કે ‘બાળપણથી મારું પૅશન બિઝનેસ છે એથી મને એને સતત આગળ વધારવામાં મદદ મળે છે. હું લોકોના ઘરે જઈ-જઈને લેમોનેડ વેચતી હતી. ત્યાંથી મેં શરૂઆત કરી હતી. હું ઍડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ ત્યારે હું પોતે એચટીએમએલ શીખી અને મારી વેબસાઇટ બનાવી. માર્કેટિંગ, ફોટોશૉપ અને વિડિયો દરેક વસ્તુ હું શીખી હતી.’
સનીનો એમ્પાયર ખૂબ મોટો છે. શું તે પૈસા કમાય છે કે ઉડાડે પણ છે? શું તેની પાસે પ્રાઇવેટ આઇલૅન્ડ છે? એનો જવાબ આપતાં સનીએ કહ્યું કે ‘આશા રાખું કે ડૅની એક દિવસ મૉલદીવ્ઝમાં મારા માટે આઇલૅન્ડ ખરીદે. હું ખેતરમાં કામ કરતો એક ઘોડો છું. હું ફક્ત કામ કરતી રહું છું. હું નસીબદાર છું, કારણ કે મારો પતિ મારા માટે દરેક વસ્તુ ખરીદે છે. જોકે અમે અમારા અંધેરી-વેસ્ટના ઘરમાં ઘણા પૈસા ખર્ચ્યા છે, અમારી કાર્સ માટે પણ. અમે પૈસા પણ સેવ કરીએ છીએ, કારણ કે અમારાં ત્રણ બાળકો છે.’
સની લીઓની હંમેશાં તેના કૉન્ટ્રૅક્ટ બરાબર વાંચે છે અને ત્યાર બાદ એને સાઇન કરે છે. એ સંદર્ભે સનીએ કહ્યું કે ‘હું હંમેશાં બેસ્ટ લોકો સાથે કામ કરવાનું પસંદ કરું છું એટલે મને કોઈ ખરાબ એક્સ્પીરિયન્સ નથી થયા. હું દરેક કૉન્ટ્રૅક્ટ પૂરેપૂરા વાંચું છું અને એમાં સુધારા કરાવું છું. હું હંમેશાં એવા કૉન્ટ્રૅક્ટ સાઇન કરું છું જેમાંથી મને કાંઈ મળતું હોય. હું જે કામ કરું છું એ મારા કન્ટ્રોલમાં હોવું જોઈએ.’
સનીની મમ્મી આલ્કોહૉલિક હતી. શું તે પૉર્ન-ઇન્ડસ્ટ્રીમાં ગઈ એનાથી એવું થયું હતું. એ વિશે જણાવતાં સનીએ કહ્યું કે ‘ના, મારી મમ્મી એ પહેલાંથી આલ્કોહૉલિક હતી. તેના ઍડિક્શનને કારણે અમે અમારા ઘરમાં ઘણી ક્રેઝીનેસમાંથી પસાર થયાં છીએ. આ દુઃખની વાત છે, કારણ કે તમે હંમેશાં એવું વિચારવાનું ઇચ્છતાં હો છો કે તમારી મમ્મી દારૂ કરતાં તમને વધુ પ્રેમ કરે, પણ એવું નહોતું. આ એક ઍડિક્શન હતું. આ એક સાઇકોલૉજિકલ હતું, જેને અંદરથી રિપેર કરવાની જરૂર હતી. મારે મમ્મી સાથે કોઈ લેવાદેવા નહોતી. જોકે મારા લીધે તેને ટ્રિગર થયું હતું. હું ઘરે લેટ જાઉં કે પછી તેને ન ગમે એવું કોઈ પણ કામ કરું ત્યારે તે ટ્રિગર થતી હતી. પૉર્ન-ઇન્ડસ્ટ્રીમાં જવું પણ તેને માટે એક સ્ટૅમ્પ-ટ્રિગર હતું.’
તે એક પૉર્નસ્ટારમાંથી એન્ટરટેઇનર બની છે. તે ખૂબ સફળ રહી છે. તેણે તેની લાઇફ બદલી નાખી છે. જોકે તેનાં બાળકો પણ મમ્મીના નક્શેકદમ પર ચાલવા માગે તો સની શું સલાહ આપશે? એ વિશે સનીએ કહ્યું કે ‘મારાથી શક્ય હોય એટલું હું તેમને એજ્યુકેટ કરીશ. તેમના નિર્ણયના ફાયદા અને ગેરફાયદા શું છે એ હું તેમને સમજાવીશ. એક સમય તો આવશે જ્યારે તેમને ખબર પડશે કે મેં લાઇફમાં શું કર્યું છે. તેઓ હજી ખૂબ નાનાં છે. મારી લાઇફમાં જે પણ સંજોગો હતા એને લઈને મેં કેટલાક નિર્ણય લીધા હતા. તેમના નિર્ણયના શું પ્રત્યાઘાત આવી શકે એ હું તેમને સમજાવી શકી અને એમ છતાં તેમણે જે નક્કી કર્યું હોય એ કરવું હોય તો એક ચોક્કસ સમય બાદ તો હું તેમને નહીં અટકાવી શકું. તેઓ હજી તો પાંચ અને સાત વર્ષનાં છે. હજી તો ઘણો સમય બાકી છે. મારી સૌથી મોટી ચિંતા તેમને ટીનેજમાંથી બહાર કેવી રીતે કાઢવાં એ છે. મને લાગે છે કે ૧૮ વર્ષ બાદ તેઓ લાઇફને લઈને જે નિર્ણય કરે એના કરતાં તેમની ટીનેજ ખૂબ મુશ્કેલ હોય છે.’
બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર ફોટો પડાવવા જાય છે. જોકે સની લીઓની એક એવા ઍક્ટર્સમાંની છે જેની ફિલ્મ ‘કેનેડી’ ત્યાં રિલીઝ થઈ હતી. આ વિશે વાત કરતાં સનીએ કહ્યું કે ‘કાનમાં એક અઠવાડિયા સુધી હું એક બાળકની જેમ રડી રહી હતી. મારા માટે આ ઇમોશનલ ટ્રિપ હતી. મારા માટે આ બે સ્ટીર છે. એક મારી ફિલ્મ ત્યાં રિલીઝ થઈ એ જેની મને ખૂબ ખુશી અને ગર્વ છે. બીજું એ કે કાન ફિલ્મ ફેસ્ટિવલ મારા માટે કેટલો મહત્ત્વનો છે. ૧૧ વર્ષ પહેલાં ‘બિગ બૉસ’માંથી હું આવી ત્યારે મને કોઈ કહી શક્યું હોત કે તું કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર જઈશ. તો હું એ વ્યક્તિને પાગલ કહેત. ડ્રગ્સનું સેવન કરીને બેઠો છે કે શું એમ કહેત. મારા માટે મારી જર્ની ખૂબ ક્રેઝી રહી છે.’


