વિકી કૌશલના ભાઈ સની સાથેની રિલેશનશિપને કારણે તે આખી ફૅમિલીની બહુ નજીક છે
સોશ્યલ મીડિયા દ્વારા શર્વરીને જન્મદિવસની શુભેચ્છાઓ
શનિવારે ઍક્ટ્રેસ શર્વરી વાઘની ૨૮મી વર્ષગાંઠ હતી. આ પ્રસંગે સમગ્ર કૌશલ પરિવાર એટલે કે કૅટરિના કૈફ, વિકી કૌશલ અને સની કૌશલે સોશ્યલ મીડિયા દ્વારા શર્વરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. રિપોર્ટ પ્રમાણે સની કૌશલ અને શર્વરી ડેટ કરી રહ્યાં છે અને આ રિલેશનશિપને કારણે ઍક્ટ્રેસ આખી ફૅમિલીની બહુ નજીક છે.
કૅટરીના કૈફે પોતાના સોશ્યલ મીડિયા પેજ પર શર્વરીનો ફોટો પોસ્ટ કર્યો અને એના પર લખ્યું, ‘દુનિયાને જીતવા માટે તૈયાર થઈ જા. આમ જ ચમકતી રહે. આ વર્ષ માટે તને ઢગલાબંધ શુભેચ્છાઓ. હૅપી બર્થ-ડે શર્વરી.’
ADVERTISEMENT
કૅટરિના, વિકી અને સનીની પોસ્ટને શર્વરી વાઘે પણ પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરી પર શૅર કરી છે.


