જોકે હવે આ ફિલ્મમાં હનુમાનની ભૂમિકા માટે સની દેઓલનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
સની દેઓલ
રણબીર કપૂરની ‘રામાયણ’માં સની દેઓલ દેખાશે એવી ચર્ચા છે. આ ફિલ્મને નીતેશ તિવારી ડિરેક્ટ કરી રહ્યો છે. એમાં રામની ભૂમિકામાં રણબીર, સીતાની ભૂમિકામાં સાઈ પલ્લવી અને રાવણની ભૂમિકામાં યશ જોવા મળશે એવી ચર્ચા છે. જોકે હવે આ ફિલ્મમાં હનુમાનની ભૂમિકા માટે સની દેઓલનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં પહેલાં આલિયા ભટ્ટ દેખાશે એવી ચર્ચા હતી. જોકે હવે તેની જગ્યાએ સાઈ પલ્લવી દેખાશે. ‘ગદર 2’ બાદ સની દેઓલને ખૂબ જ સારો રોલ ઑફર થઈ રહ્યો હોવાનું તેને લાગી રહ્યું છે અને એથી તે આ ફિલ્મને પસંદ કરશે એવી ચર્ચા છે. હનુમાન તેમની તાકાત માટે જાણીતા હતા અને બૉલીવુડમાં સની દેઓલ કરતાં વધુ સારું કોણ હોઈ શકે એથી તેને ઑફર કરવામાં આવી છે. જોકે આ માટે હજી ચર્ચા ચાલી રહી છે. એક વાર કાસ્ટ ફાઇનલ થયા બાદ એની જાહેરાત કરવામાં આવશે. આ ફિલ્મને ત્રણ ભાગમાં રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા છે. એનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.