બટવારા 1947 માટે લીડ સ્ટાર્સને આટલી ફી ચૂકવવામાં આવી હોવાના રિપોર્ટ, ફિલ્મમાં અભિમન્યુ સિંહ મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં પણ તેની અને સની દેઓલ વચ્ચેનો જોરદાર ટકરાવ જોવા મળ્યો હતો.
સની દેઓલને ૫૦ કરોડ રૂપિયા અને પ્રીતિ ઝિન્ટાને ૧૦ કરોડ રૂપિયા
સની દેઓલની આગામી ફિલ્મ ‘બટવારા 1947’નું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું છે અને દર્શકોને એ પસંદ પડ્યું છે. આ ફિલ્મ ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની છે. રિપોર્ટ પ્રમાણે ‘બટવારા 1947’ માટે સનીને આશરે ૫૦ કરોડ રૂપિયા ફી મળી છે. આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. લાંબા સમય બાદ તે ‘બટવારા 1947’ દ્વારા બૉલીવુડમાં કમબૅક કરી રહી છે. પ્રીતિને આ ફિલ્મ માટે લગભગ ૧૦ કરોડ રૂપિયા રૂપિયા ફી મળી હોવાનું કહેવાય છે.
ફિલ્મમાં અભિમન્યુ સિંહ મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં પણ તેની અને સની દેઓલ વચ્ચેનો જોરદાર ટકરાવ જોવા મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે અભિમન્યુ સિંહને ફિલ્મ માટે અંદાજે બે કરોડ રૂપિયા રૂપિયા ફી આપવામાં આવી છે. આ સિવાય અલી ફઝલે આ ફિલ્મ માટે લગભગ ૭ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
ADVERTISEMENT
‘બટવારા 1947’માં શબાના આઝમી પણ મહત્ત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે. તેમને ફિલ્મ માટે સારી એવી ફી મળ્યાનું કહેવાય છે પણ ચોક્કસ રકમ વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી. આ સાથે જ સની દેઓલનો દીકરો કરણ દેઓલ પણ ફિલ્મનો ભાગ છે. જોકે તેની ફી વિશે પણ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
