આ ફિલ્મ લગભગ ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે, સનીને ૫૦ કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા. જાટ’ લગભગ ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આ ફિલ્મમાં સની દેઓલ સિવાય રણદીપ હૂડા, વિનીત કુમાર સિંહ અને સૈયામી ખેર જેવા કલાકારો કામ કરી રહ્યા છે.
સની દેઓલ
સની દેઓલ અને રણદીપ હૂડાને ચમકાવતી ઍક્શન થ્રિલર ફિલ્મ ‘જાટ’ ૧૧ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં એની સારી એવી ચર્ચા છે. આ ફિલ્મની સ્ટોરી અને સ્ટારકાસ્ટની તો ચર્ચા છે જ, સાથે આ ફિલ્મ માટે ઍક્ટર્સને ચૂકવવામાં આવેલી ફી પણ ચર્ચાનો મુદ્દો બની છે. ‘જાટ’ લગભગ ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આ ફિલ્મમાં સની દેઓલ સિવાય રણદીપ હૂડા, વિનીત કુમાર સિંહ અને સૈયામી ખેર જેવા કલાકારો કામ કરી રહ્યા છે.
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે સની દેઓલને તેની ૪૨ વર્ષની કરીઅરમાં સૌથી વધારે ફી મળી છે. ‘ગદર 2’ની જબરદસ્ત સફળતા પછી સની દેઓલને પણ તેની ડિમાન્ડ પ્રમાણે કથિત રીતે પચાસ કરોડ રૂપિયા ફીપેટે આપવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે ‘જાટ’ માટે રણદીપ હૂડાને સાત કરોડ રૂપિયા, જગપતિ બાબુને એક કરોડ રૂપિયા, સૈયામી ખેરને એક કરોડ રૂપિયા, વિનીત સિંહને એક કરોડ રૂપિયાથી બે કરોડ રૂપિયા વચ્ચેની રકમ તેમ જ રામ્યા કૃષ્ણનને ૭૦ લાખ રૂપિયા ફીપેટે આપવામાં આવ્યા છે.

