સુનીલ શેટ્ટીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, બાબા મહાકાલની કૃપા છે
સુનીલ શેટ્ટીએ આ મુલાકાત બાદ ‘જય શ્રી મહાકાલ’નો ઉદ્ઘોષ કર્યો
મંગળવારે સુનીલ શેટ્ટી બાબા મહાકાલનાં દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યો હતો. તેણે ચાંદી દ્વારથી દર્શન કર્યાં અને આશીર્વાદ પ્રાપ્ત કરીને બાબા મહાકાલની જય બોલાવી હતી. આ પૂજા દરમ્યાન સુનીલ શેટ્ટી સંપૂર્ણ ભક્તિભાવમાં લીન જોવા મળ્યો. તેણે હાથ જોડીને પ્રાર્થના કરી અને કપાળ પર તિલક લગાવ્યું. ચાંદી દ્વારથી પૂજા-અર્ચના કર્યા બાદ તેણે નંદી હૉલમાં જઈને નંદીજીના પણ આશીર્વાદ લીધા. સુનીલ શેટ્ટીની આ મુલાકાત બાદ ‘જય શ્રી મહાકાલ’નો ઉદ્ઘોષ કર્યો. મહાકાલેશ્વર મંદિરના પુજારીએ જણાવ્યું કે ‘સુનીલ શેટ્ટી બાબા મહાકાલનો અનન્ય ભક્ત છે. તક મળતાં જ તે દર્શન કરવા ઉજ્જૈન આવી જાય છે. લગભગ ૨૦ દિવસ પહેલાં પણ તે દર્શન કરવા આવ્યો હતો અને હવે ફરી એક વાર મહાકાલનાં ચરણોમાં હાજર થયો છે.’
બાબા મહાકાલના આશીર્વાદ બાદ સુનીલ શેટ્ટીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ‘માત્ર ૨૦ દિવસમાં બીજી વાર દર્શન કરવા આવવું એ પણ બાબા મહાકાલની કૃપા છે. મેં ‘બૉર્ડર 2’ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી અને એને આશીર્વાદ મળ્યા છે. મહાકાલની કૃપાથી ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે અને માગેલી દરેક માનતા પૂર્ણ થઈ રહી છે. આશા છે કે મહાકાલના આશીર્વાદ હંમેશાં આમ જ મળતા રહેશે.’
