Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી ૧૫ મહિનાની દોહિત્રી દરરોજ નરેન્દ્ર મોદીને ગણેશ મંદિરમાં ચડાવેલા લાડુ ધરે છે

મારી ૧૫ મહિનાની દોહિત્રી દરરોજ નરેન્દ્ર મોદીને ગણેશ મંદિરમાં ચડાવેલા લાડુ ધરે છે

Published : 28 June, 2026 04:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુનીલ શેટ્ટીએ વાતવાતમાં કહ્યું કે ઇવારા વડા પ્રધાનની બહુ મોટી ફૅન છે

દોહિત્રી ઇવારા

દોહિત્રી ઇવારા


સુનીલ શેટ્ટી દોહિત્રી ઇવારાને બહુ પ્રેમ કરે છે અને તાજેતરમાં સુનીલે ઇવારા વિશે વાત કરતાં કહ્યું હતું કે તેની ૧૫ મહિનાની દોહિત્રી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ફૅન છે, તે રોજ નરેન્દ્ર મોદીની તસવીર જુએ છે અને તેમને ગણેશ મંદિરમાં ચડાવેલા લાડુ ધરે છે. 
વડા પ્રધાન વિશેની પોતાની લાગણી વિશે વાત કરતાં સુનીલે કહ્યું હતું કે ‘મેં હંમેશાં કહ્યું છે કે હું નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો પ્રશંસક છું. હું કોઈ રાજકીય પક્ષની વાત નથી કરતો, હું એ નેતાની વાત કરું છું જે મારામાં જોશ ભરે છે. મને જેટલો મારા દેશ પ્રત્યે પ્રેમ છે એટલો જ તે વ્યક્તિ પ્રત્યે પ્રેમ છે. તેમનામાં કંઈક તો વાત છે. તમે નહીં માનો પણ મારી ૧૫ મહિનાની દોહિત્રી ઇવારા પણ નરેન્દ્ર મોદીની મોટી ફૅન છે. એક વખત તેની નૅનીએ ઍરપોર્ટ પર તેને નરેન્દ્ર મોદીની તસવીર બતાવી હતી. તે દરરોજ સવારે આવે છે, તેની પાસે એક સાંઈબાબાની બુક છે, જેમાં મોદીજીનો મોટો ફોટો છે. તે આ બુક ખોલે છે અને મોદીજી-મોદીજી બોલે છે. તે રોજ ગણપતિની મૂર્તિ પાસે જાય છે, ત્યાંથી લાડુ લઈને આવે છે અને તેમને ધરે છે. તેને આવું કરવાનું કોઈએ શીખવ્યું નથી અને નૅનીએ તો ફક્ત ફોટો બતાવ્યો હતો તેમ છતાં તે મોદીજી બોલે છે. કંઈક તો ખાસ વાત હશે. મારી અને વડા પ્રધાનની પહેલી મુલાકાત ૨૦૧૦માં થઈ હતી. વડા પ્રધાનમાં કંઈક તો જાદુઈ છે. મારા પર તેમનો જાદુ ત્યારે શરૂ થયો જ્યારે હું પહેલી વાર તેમને અમદાવાદમાં મળ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2026 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK