Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વેનેઝુએલામાં કુદરતની કમાલ : કાટમાળમાં દટાયેલી મહિલાએ બાળકને આપ્યો જન્મ

વેનેઝુએલામાં કુદરતની કમાલ : કાટમાળમાં દટાયેલી મહિલાએ બાળકને આપ્યો જન્મ

Published : 28 June, 2026 02:52 PM | Modified : 28 June, 2026 02:55 PM | IST | Venezuela
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લ ગ્લાઇરામાં કાટમાળના ઢગલા વચ્ચે મહિલા હોવાના સગડ મળ્યા બાદ રેસ્ક્યુ ટીમે ત્યાં પહોંચીને ભગીરથ કામ પૂરું પાડ્યું

વેનેઝુએલાના શહેર લ ગ્લાઇરામાં કાટમાળમાંથી નવજાત બાળકને જીવતું બહાર કાઢવામાં આવ્યું હતું. નવજાત બાળક સાથે મહિલાને જીવતી બહાર કાઢવામાં આવી એ પછી તેને એક ટ્રકમાં હૉસ્પિટલ લઈ જવાઈ હતી.

વેનેઝુએલાના શહેર લ ગ્લાઇરામાં કાટમાળમાંથી નવજાત બાળકને જીવતું બહાર કાઢવામાં આવ્યું હતું. નવજાત બાળક સાથે મહિલાને જીવતી બહાર કાઢવામાં આવી એ પછી તેને એક ટ્રકમાં હૉસ્પિટલ લઈ જવાઈ હતી.


વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપની ભારે તબાહી વચ્ચે લ ગ્લાઇરા શહેરમાંથી એક આશ્ચર્યજનક અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. અહીં કાટમાળ નીચે દબાયેલી એક ગર્ભવતી મહિલાએ હૉસ્પિટલ પહોંચતાં પહેલાં કૉન્ક્રીટ અને પથ્થરોના ઢગલા વચ્ચે જ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. આપત્તિની આ કટોકટી વચ્ચે અદ્ભુત રીતે માતા અને નવજાત શિશુ બન્નેનો આબાદ બચાવ થયો છે.

કાટમાળમાં મહિલા હોવાની ભાળ મળી: બચાવ-કામગીરી દરમ્યાન જ્યારે રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક સ્વયંસેવકો ધ્વસ્ત થયેલી ઇમારતોમાં જીવિત લોકોને શોધી રહ્યા હતા ત્યારે તેમને એક ધરાશાયી બિલ્ડિંગના કાટમાળ નીચે આ મહિલા ફસાયેલી હોવાના સંકેત મળ્યાં હતાં. ટીમના સભ્યો જ્યારે ભારે જહેમત બાદ મહિલા સુધી પહોંચ્યા ત્યારે તે પ્રસૂતિની પીડાથી કણસી રહી હતી. સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને બહાર કાઢતાં પહેલાં જ તબીબી ટીમે કાટમાળની અંદર, પથ્થરોની વચ્ચે જ તેની ડિલિવરી કરાવવાનો મોટો નિર્ણય લીધો હતો.



ડૉક્ટર્સે કાટમાળમાં પ્રસૂતિ કરાવી : ભારે જોખમ અને મર્યાદિત સાધનો વચ્ચે તબીબી સ્ટાફે સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. ત્યાર બાદ બચાવકર્મીઓએ ખૂબ જ સાવધાનીપૂર્વક માતા અને નવજાત બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી તાત્કાલિક નજીકની હૉસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલ બન્ને સારવાર હેઠળ છે અને સુરક્ષિત છે. સોશ્યલ મીડિયા પર આ અદ્ભુત રેસ્ક્યુના ફોટો અને વિડિયો વાઇરલ થતાં લોકો મહિલાની અસાધારણ હિંમત અને રેસ્ક્યુ ટીમના સમર્પણને સલામ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2026 02:55 PM IST | Venezuela | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK