પાકિસ્તાની સિંગર ઓમર નદીમે સોનુ નિગમ પર 2009માં રિલીઝ થયેલ તેનું ગીત `એ ખુદા` ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવાદના થોડા દિવસો બાદ સોનુ નિગમે પાકિસ્તાની ગાયક ઓમર નદીમની માફી માગી
સોનું નિગમની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- KRKને કારણે મુસીબતમાં ફસાયા ગાયક સોનુ નિગમ
- માગી પાકિસ્તાની ગાયકની માફી
- ઓમર નદીમે સોનુ નિગમના વખાણ કર્યા
સોનુ નિગમ (Sonu Nigam)ના લેટેસ્ટ ટ્રેક `સુન જરા` (Sun Zara)એ તેને ફરી એકવાર વિવાદમાં ધકેલી દીધો છે. પાકિસ્તાની સિંગર ઓમર નદીમે સોનુ નિગમ પર 2009માં રિલીઝ થયેલ તેનું ગીત `એ ખુદા` ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદના થોડા દિવસો બાદ સોનુ નિગમે પાકિસ્તાની ગાયક ઓમર નદીમની માફી માગી છે.
વાસ્તવમાં પાકિસ્તાની ગાયક ઓમર નદીમે (Omer Nadeem) આરોપ લગાવ્યો હતો કે સોનુ નિગમે તેના ગીત `એ ખુદા` (Sun Zara)ની નકલ કરી હતી. આ સાથે તેણે સોનુ અને તેના ગીત `એ ખુદા` બંનેને શેર કરીને સમાનતા દર્શાવી હતી. આ અંગે તેણે 4 ડિસેમ્બરે એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેણે નિર્માતાઓ પર તેને ક્રેડિટ ન આપવાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
સોનુ નિગમે પાકિસ્તાની ગાયકની માગી માફી
આ આરોપોના જવાબમાં સોનુ નિગમે પોતાનો ખુલાસો આપ્યો હતો. તેણે માત્ર દાવા સ્વીકાર્યા જ નહીં, પરંતુ ગાયકની માફી પણ માગી. ગાયકે લખ્યું કે, "જેમ કે તમે બધા જાણો છો, મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. મને કેઆરકે (કમાલ આર ખાન) દ્વારા ગીત કરવા માટે વિનંતી કરવામાં આવી હતી, જે દુબઈમાં મારા પાડોશી છે. હું દરેક માટે ગીત ગાતો નથી, પરંતુ હું તેમને મારા પાડોશી તરીકે ના પાડી શક્યો નહીં.” તેમણે આગળ કહ્યું કે, “જો મેં ઓમરનું વર્ઝન સાંભળ્યું હોત તો મેં તેને ક્યારેય ગાયું ન હોત.”
ઓમર નદીમે સોનુ નિગમના વખાણ કર્યા
સોનુ નિગમની માફીનો જવાબ આપતા ઉમર નદીમે (Omer Nadeem) લખ્યું છે કે, “હું તમારી સાથે સહમત છું, મેં મારા નિવેદનમાં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે તમે આવું કર્યું. સમાચારે હંમેશની જેમ અલગ વળાંક લઈ લીધો છે. તમારા ગીતો સાંભળીને હું મોટો થયો છું. તમારી પાસેથી ઘણું શીખ્યો છું. હું તમારો મોટો પ્રશંસક છું. તમને પ્રેમ કરું છું.” તેણે એમ પણ કહ્યું કે, “જે લોકો તેના માટે જવાબદાર છે તેઓ ક્યારેય સ્વીકારી શકશે નહીં અથવા સમજી શકશે નહીં કે તેમણે શું કર્યું છે.”
આ સિવાય સોનુ નિગમે પણ ગાયકના વખાણ (Sun Zara) કર્યા અને કહ્યું કે તેમણે ગાયેલું ગીત વધુ સારું છે. તમને જણાવી દઈએ કે `સુન જરા` 2 ડિસેમ્બરે રિલીઝ થયું હતું. આમાં કમાલ આર ખાન (કેઆરકે તરીકે પ્રખ્યાત) મુખ્ય ભૂમિકામાં હતા.
જો ઍક્ટર્સ સિંગર્સને સપોર્ટ કરતા હોત તો હું આજે પણ શાહરુખ માટે ગીત ગાતો હોત : સોનુ નિગમ
સોનુ નિગમનું માનવું છે કે જો ઍક્ટર્સ સિંગર્સ માટે લડતા હોત તો તે આજે પણ શાહરુખ ખાન માટે ફિલ્મોમાં ગીત ગાતો હોત. સોનુ નિગમે ગાયેલાં તમામ ગીતો ખૂબ હિટ રહ્યાં છે. તેનો અવાજ લોકોને પણ ખૂબ ગમે છે. તેણે શાહરુખની ફિલ્મ ‘પરદેસ’માં ‘યે દિલ દીવાના’ ગીત ગાયું હતું. સોનુનું કહેવું છે કે કલાકારો કદી પણ સિંગર્સનો પક્ષ નથી લેતા. એ વિશે વિસ્તારમાં સોનુએ કહ્યું કે ‘મને નથી લાગતું કે ઍક્ટર્સ કદી પણ તેમની ફિલ્મમાં સિંગર્સ માટે લડતા હોય. જો એવું હોત તો હું આજે પણ શાહરુખ ખાન માટે ગીત ગાતો હોત. ઍક્ટર્સને લાગે છે કે એ જવાબદારી કમ્પોઝર્સ અને ડિરેક્ટરની છે. ઍક્ટર્સ પોતાની ઇચ્છા તો વ્યક્ત કરી શકે છે, પરંતુ તેઓ કદી ફાઇટ નથી કરતા.’


