Sukesh Chandrashekhar Disappointed: મહાઠગ સુકેશ ચંદ્રશેખરે Whatsapp દ્વારા જેક્લિન ફર્નાન્ડિસને અનેક મેસેજ મોકલ્યા હતા. રિપૉર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે મહાઠગ સુકેશ ચંદ્રશેખરે આ મેસેજ તેને જેલમાં રહીને ડુપ્લિકેટ નંબર્સ પરથી મોકલ્યા છે.
સુકેશ ચંદ્રશેખર અને જેક્લિન ફર્નાન્ડિસ (ફાઈલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- મહાઠગ સુકેશ અને જેક્લિનની ચૅટ વાયરલ
- જેક્લિને કાળા કપડાં ન પહેર્યા હોવાથી મહાઠગ સુકેશ નારાજ
- હવે કરી આ માગણી
Sukesh Chandrashekhar Disappointed: મહાઠગ સુકેશ ચંદ્રશેખરે Whatsapp દ્વારા જેક્લિન ફર્નાન્ડિસને અનેક મેસેજ મોકલ્યા હતા. મીડિયા રિપૉર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે મહાઠગ સુકેશ ચંદ્રશેખરે આ મેસેજ તેને જેલમાં રહીને ડુપ્લિકેટ નંબર્સ પરથી મોકલ્યા છે.
200 કરોડ રૂપિયાના મની લૉન્ડ્રિંગ સાથે જોડાયેલા કેસમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખર અને બૉલિવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસ સતત એક-બીજા પર ગંભીર આરોપ-પ્રત્યારોપ મૂકી રહ્યા છે. હવે એક ન્યૂઝ એજન્સીએ પોતાના એક રિપૉર્ટમાં દાવો કર્યો છે કે તે મહાઠગે અભિનેત્રીને અનેક મેસેજ કર્યો છે અને કેટલાક મેસેજની ડિટેલ સામે આવી છે. આ ડિટેલ પ્રમાણે, 200 કરોડ રૂપિયાના મની લૉન્ડ્રિંગ કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરે Whatsapp દ્વારા જેક્લિન ફર્નાન્ડિસને અનેક મેસેજ મોકલ્યા હતા. મીડિયા રિપૉર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે આ મેસેજ તેણે જેલમાં રહીને ડુપ્લિકેટ નંબર્સ પરથી મોકલ્યા છે.
ADVERTISEMENT
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, એક મેસેજમાં મહાઠગે જેક્લિને કહ્યું કે તે સુનાવણી દરમિયાન કાળા કપડામાં આવે. 30 જૂન, 2023ના સુકેશ ચંદ્રશેખરે જેક્લિનને મેસેજ મોકલ્યો હતો અને તેમાં કહ્યું હતું, "આ મહિનાની 6 તારીખે અમારી કૉર્ટની તારીખ છે અને જો તું વીસી દ્વારા હાજર થાય છે તો પ્લીઝ કાળા કુર્તામાં આવજે કાં તો કંઈક કાળા કપડાં પહેરીને જ આવજે. બેબી મીસિંગ યૂ, આય લવ યૂ બેબી ગર્લ. તું હંમેશા માટે મારી છે."
રિપૉર્ટ પ્રમાણે, મેસેજમાં આગળ કહેવામાં આવ્યું છે, "બેબી મને ખબર છે કે તારા નામમાં વધુ એક E જોડીને તને ટ્રોલ કરવામાં આવે છે તેથી તું પરેશાન છે. પણ આ ટ્રોલર્સથી પરેશાન ન થાવ. તું મારી રાણી છો, તું મારી રૉક સ્ટાર છો. તું સુપરસ્ટાર બનવા જઈ રહી છો." જો કે, કૉર્ટમાં તે સુનાવણી દરમિયાન જ્યારે જેક્લિન કાળા કલરના કપડામાં ન આવી ત્યારે સુકેશ ચંદ્રશેખર હેરાન થઈ ગયો હતો.
મીડિયા રિપૉર્ટના પ્રમાણે, આની સાથે જોડાયેલા એક મેસેજમાં સુકેશે આગળ લખ્યું, "બેબી, તે દિવસે તને કાળા કલરના કપડામાં ન જોઈને ખરેખર પરેશાન છું. મને ખરેખર એ સમજાતું નથી કે અહીં સુધી તું શું વિચારી રહી છો. મારાથી ભાગવું કે મને ઈગ્નોર કરવાથી કોઈ ફાયદો નથી. હું ફરી જણાવી રહ્યો છું કે હું તારે માટે બધું કરવા માટે તૈયાર છું." સુકેશે આગળ મેસેજમાં લખ્યું, "કૉર્ટમાં વીસી દરમિયાન 18મી પેશી દરમિયાન મહેબારીને કરીને કોઈપણ કલર, મલ્ટી કલર કુર્તો કે માત્ર પ્લેન ટીશર્ટ સિવાય કોઈપણ ડિઝાઇનર કપડાં પહેરજો. મને ખબર છે કે તે આ મેસેજ જોયો છે. આઈ લવ યૂ."
