હાલમાં શૂરાનું બેબી-શાવર યોજાયું હતું.
અરબાઝ ખાનની પત્ની શૂરાના બેબી શાવરની તસવીરો
સલમાન ખાનનો ભાઈ અને ઍક્ટર-પ્રોડ્યુસર અરબાઝ ખાન લગ્નનાં બે વર્ષ પછી પપ્પા બનવાનો છે. તેની બીજી પત્ની શૂરા ખાન ગર્ભવતી છે અને આવતા થોડા દિવસોમાં તેમના ઘરે સંતાનનો જન્મ થશે. હાલમાં શૂરાનું બેબી-શાવર યોજાયું હતું. આ ફંક્શન અર્પિતા ખાનની રેસ્ટોરાંમાં યોજાયું હતું જેમાં અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ ફંક્શનમાં સલમાન ખાન અલગ સ્વૅગમાં જોવા મળ્યો હતો. પહેલી પત્ની મલાઇકા અરોરાથી અલગ થયા બાદ અરબાઝે ૨૦૨૩માં શૂરા ખાન સાથે લગ્ન કર્યાં હતાં. અરબાઝ અને શૂરાની ઉંમરમાં બાવીસ વર્ષનો તફાવત છે. અરબાઝ ૫૭ વર્ષનો અને શૂરા ૩૫ વર્ષની છે.


