Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અલ્લુ અર્જુન મુંબઈમાં લક્ઝરી પેન્ટહાઉસ માટે દર મહિને ચૂકવશે ૧૬ લાખ રૂપિયા ભાડું

અલ્લુ અર્જુન મુંબઈમાં લક્ઝરી પેન્ટહાઉસ માટે દર મહિને ચૂકવશે ૧૬ લાખ રૂપિયા ભાડું

Published : 23 April, 2026 09:17 AM | Modified : 23 April, 2026 09:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિપોર્ટ મુજબ આશરે ૬,૦૦૦ સ્ક્વેર ફુટ વિસ્તારમાં ફેલાયેલો આ ફ્લૅટ એક નાનકડા સ્વિમિંગ-પૂલની અને ૪ કાર-પાર્કિંગની સુવિધાઓ ધરાવે છે

અલ્લુ અર્જુન મુંબઈમાં આ લક્ઝરી પેન્ટહાઉસમાં રહેશે તેવા અહેવાલ

અલ્લુ અર્જુન મુંબઈમાં આ લક્ઝરી પેન્ટહાઉસમાં રહેશે તેવા અહેવાલ


સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન પોતાની આગામી ફિલ્મ ‘રાકા’ના શૂટિંગ માટે હૈદરાબાદથી મુંબઈ શિફ્ટ થઈ રહ્યો છે અને એના માટે તેણે જુહુ તારા રોડ જંક્શન વિસ્તારમાં સી-ફેસિંગ ફાઇવ BHK લક્ઝરી પેન્ટહાઉસ ભાડે લીધું છે. આ ઘર તેણે ૩ વર્ષના લીઝ-ઍગ્રીમેન્ટ પર લીધું છે જેના માટે તે દર મહિને અંદાજે ૧૬ લાખ રૂપિયા ભાડું ચૂકવશે. આ પેન્ટહાઉસમાં શિફ્ટ થયા પછી અલ્લુ અર્જુન હવે કૅટરિના કૈફ, વિકી કૌશલ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જેવી જાણીતી સેલેબ્રિટીઝનો પાડોશી બનશે.

રિપોર્ટ મુજબ આશરે ૬,૦૦૦ સ્ક્વેર ફુટ વિસ્તારમાં ફેલાયેલો આ ફ્લૅટ એક નાનકડા સ્વિમિંગ-પૂલની અને ૪ કાર-પાર્કિંગની સુવિધાઓ ધરાવે છે. આ પેન્ટહાઉસની કિંમત અંદાજે ૨૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન અને તેની પત્ની સ્નેહાએ છેલ્લા એક વર્ષ દરમ્યાન અનેક વખત આ ઘરની મુલાકાત લીધી હતી અને એના ઇન્ટીરિયર ડિઝાઇનિંગ પર ખાસ ધ્યાન આપ્યું હતું. હવે અલ્લુ અર્જુન પોતાની ફિલ્મ ‘રાકા’ અને લોકેશ કનગરાજની સાથે જોડાયેલા પ્રોજેક્ટનું મોટા ભાગનું શૂટિંગ મુંબઈમાં રહીને જ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK