ઍક્ટર પદ્મભૂષણ અવૉર્ડ લઈને ચેન્નઈ પાછો આવી રહ્યો હતો ત્યારે ઍરપોર્ટ પર તેને ચાહકોના ટોળાએ ઘેરી લીધો હતો.
અજિત કુમાર
સાઉથના સુપરસ્ટાર અજિત કુમારને પગમાં ઈજા પહોંચતાં તેને ચેન્નઈની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અજિત કુમારને સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મભૂષણ અવૉર્ડ એનાયત થયો હતો. મીડિયામાં આવી રહેલા રિપોર્ટ પ્રમાણે અજિત કુમાર દિલ્હીથી પદ્મભૂષણ અવૉર્ડ લઈને ચેન્નઈ પાછો આવી રહ્યો હતો ત્યારે ઍરપોર્ટ પર તેને ચાહકોના ટોળાએ ઘેરી લીધો હતો. એ સમયે ભીડ બહુ વધી ગઈ હતી અને ટોળું બેકાબૂ બની ગયું હતું. આ ટોળામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે તેને પગમાં ઈજા પહોંચી હતી. એ પછી તેને યોગ્ય ફિઝિયોથેરપી સારવાર મળી શકે એ માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે થોડા કલાકો પછી તેને રજા આપી દેવામાં આવી હતી અને હાલમાં તેની તબિયત સારી છે.


