નેટફ્લિક્સે પ્રોમોનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં સૌરવ ગાંગુલી પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે જોવા મળે છે. આ ક્રાઇમ થ્રિલર સિરીઝ ૨૦ માર્ચથી નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
ખાકી : ધ બેન્ગૉલ ચૅપ્ટરમાં છવાયો સૌરવ ગાંગુલીનો ઍન્ગ્રી ઇન્સ્પેક્ટરનો રોલ
OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર ‘ખાકી : ધ બેન્ગૉલ ચૅપ્ટર’ નામની નવી વેબ-સિરીઝનો પ્રોમો રિલીઝ થયો છે જે દર્શકોને બહુ ગમ્યો છે. આ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી છે જે આ સિરીઝ દ્વારા ઍક્ટિંગ-ડેબ્યુ કરી રહ્યો છે. નેટફ્લિક્સે પ્રોમોનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં સૌરવ ગાંગુલી પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે જોવા મળે છે. આ ક્રાઇમ થ્રિલર સિરીઝ ૨૦ માર્ચથી નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
આ પ્રોમોના વિડિયોની શરૂઆતમાં ડિરેક્ટર સૌરવ ગાંગુલીને એક ઈમાનદાર અને ગુસ્સાવાળા પોલીસ-ઑફિસરનો રોલ આપવાનું કહે છે. એ પછી સૌરવ પોલીસ-યુનિફૉર્મમાં જોવા મળે છે જેમાં તે પોતાનો ગુસ્સો દર્શાવે છે અને જોરથી ચીસ પાડે છે. જોકે ડિરેક્ટર ખુશ થતો નથી અને તેને જેલમાં બંધ એક ગુંડાને માર મારવાનો સીન આપવામાં આવે છે. આ હાઈ-ઑક્ટેન વિડિયોમાં સૌરવ ગાંગુલી પોતાનો આક્રમક ગુસ્સો દર્શાવે છે જેમાં તે એક ભૂતપૂર્વ કોચને યાદ કરે છે.
ADVERTISEMENT
આ સિરીઝ ‘ખાકી : ધ બેન્ગૉલ ચૅપ્ટર’ વિશે સૌરવ ગાંગુલીએ એક નિવેદનમાં કહ્યું કે ‘ખાકી’ ફ્રૅન્ચાઇઝી મારી મનપસંદ સિરીઝમાંની એક છે.
‘ખાકી : ધ બેન્ગૉલ ચૅપ્ટર’ નેટફ્લિક્સ પર હિન્દી અને બંગાળી બન્ને ભાષામાં એકસાથે સ્ટ્રીમ થનારી પહેલી હિન્દી સિરીઝ છે. કલકત્તા પર આધારિત આ રસપ્રદ કહાનીને નીરજ પાંડેએ ક્રીએટ કરી છે.

