સોલાપુરના વિપુલે રિપબ્લિક ડે નિમિત્તે તેના સાથી કલાકારો સાથે મળીને આ વિશાળ કલરફુલ ચિત્ર બનાવ્યું

સોનુ સૂદ
સોનુ સૂદના જબરા ફૅન વિપુલ મિરાજકરે ૮૭ હજાર સ્ક્વેર ફીટનું રંગોળીથી તેનું પોર્ટ્રેટ બનાવ્યું છે. સોલાપુરના વિપુલે રિપબ્લિક ડે નિમિત્તે તેના સાથી કલાકારો સાથે મળીને આ વિશાળ કલરફુલ ચિત્ર બનાવ્યું હતું. એની વિડિયો ક્લિપ સોનુએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. પબ્લિક પાર્કમાં બનાવેલી આ રંગોળીમાં તેમણે સાત ટન રંગોનો ઉપયોગ કર્યો હતો. સોનુ સૂદે કરેલાં માનવતાનાં કાર્યોને કારણે તે દેશવિદેશમાં જાણીતો છે. આ જ કારણ છે કે લોકો તેને ‘મસીહા’ કહે છે. આ પોર્ટ્રેટ જોઈને સોનુ સૂદે કહ્યું કે ‘લોકોએ જે પ્રકારે પોતાનો પ્રેમ દેખાડ્યો છે એને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. હું સોલાપુરના વિપુલનો આભાર માનું છું જેણે ૮૭ હજાર સ્ક્વેર ફીટનું રંગોળીથી આ પોર્ટ્રેટ બનાવીને વર્લ્ડ રેકૉર્ડ રચી દીધો છે અને મને તેના પર ગર્વ થઈ રહ્યો છે.’